________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકરોએ કહ્યું છે : ‘ખીવવો ગપ્પવો...' જીવવધ તે પોતાનો જ વધુ છે. બીજા જીવોને દુઃખ આપનાર સ્વયં દુઃખી થાય છે. બીજા જીવોને અશાન્તિ આપનાર સ્વયં અશાંતિ ભોગવે છે.
માતાજી, તમે ‘શાંતિકર્મ'ની વાત કરી, શાંતિકર્મ એને કહેવાય કે જેનાથી મનુષ્યને સર્વ અર્થની પ્રાપ્તિ થાય. શાંતિકર્મ કરનાર મનુષ્ય બીજા જીવોનું અલ્પ પણ અહિત ના વિચારે. શાંતિકર્મ કરનારા મનુષ્ય તો ‘આત્મવત્ સર્વભૂતેષુ’ની ભાવના રાખવાની છે. ‘જેવો મારો આત્મા છે, તેવા બધા આત્માઓ છે. જેમ મને દુઃખ પ્રિય નથી, તેમ કોઈ જીવને દુઃખ પ્રિય નથી.’ આ ભાવનાથી જ શાન્તિકર્મ કરી શકાય છે.’
મારી માતાએ શાન્તિથી મારી વાતો સાંભળી. પછી બોલી :
‘પુત્ર, પુણ્ય અને પાપ, જીવના પોતાના અધ્યવસાયો-વિચારો પર આધારિત હોય છે. ધર્મશ્રુતિમાં કહેવાયું છે કે પંક અને પાણીમાંથી ઉત્પન્ન થયેલું કમળ, જેમ પંક અને પાણીથી લેપાતું નથી, તેવી રીતે ભલે, મનુષ્ય સમગ્ર જગતને હણી નાખે, પરંતુ જો એની બુદ્ધિ પાપથી લેપાતી નથી તો એને પાપ લાગતું નથી. તું તારી બુદ્ધિને પાપથી લેપાવા દઈશ નહીં... તો જીવવધ કરવા છતાં તને પાપ લાગશે નહીં.
વત્સ, કદાચ પાપ લાગતું હોય તો દેહરક્ષણ માટે લાગવા દે, તારા આરોગ્ય માટે, રક્ષા માટે જીવવધ ક૨વો જરૂરી છે. કારણ કે તારા સ્વપ્નનું ફળ તારા દેહને નુકસાન કરનારું છે. વત્સ, ક્યારેક ઔષધરૂપે ઝેરનો પણ ઉપયોગ કરવો પડે છે.’
મારી માતા ધર્મચર્ચામાં સારા તર્ક કરી શકતી હતી. મેં એને પ્રત્યુત્તર આપ્યો : ‘માતાજી, પાપકર્મને ધર્મકાર્ય માનીને મનુષ્ય પાપ કરે, તો શું એને ધર્મનું ફળ મળશે? ના, પાપનું જ ફળ મળશે. હલાહલ ઝેરને અમૃત સમજીને જે ઝેર ખાય, તેને ઝેરની અસર થશે કે અમૃતની અસર થશે? માતાજી, તમે ગંભીરતાથી, તટસ્થ બુદ્ધિથી વિચાર કરો, જીવહિંસા જેવું વિશ્વમાં બીજું કોઈ પાપ નથી.
આ જીવસૃષ્ટિમાં સર્વ જીવો સુખ મેળવવાની અભિલાષાવાળા હોય છે. અને વિશ્વના સર્વ મહાપુરુષો સર્વે જીવોને સુખ કરવાનો જ ઉપદેશ આપે છે, તો પછી ધર્મશ્રુતિમાં હિંસાનો ઉપદેશ કેમ હોઈ શકે?
વળી, માતાજી, આપે કહ્યું કે ‘શરીરના આરોગ્ય માટે જીવવધ કરવો પડે તો કરવો જોઈએ.’ એ વાત પણ ઉચિત નથી. જીવવધથી ક્યારેય આરોગ્યની પ્રાપ્તિ નથી થતી. જીવદયાથી, અભયદાનથી જ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તીર્થંકરોએ અને શ્રેષ્ઠ જ્ઞાની પુરુષોએ કહ્યું છે :
‘અભયદાન આપવાથી જીવને-મનુષ્યને દીર્ઘ આયુષ્ય મળે છે, સુંદર રૂપ મળે છે, આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.’ માટે માતાજી, હું મારું અહિંસાવ્રત કોઈ પણ ભોગે પાળીશ... આ વિનાશી દેહની ખાતર હું જીવહિંસાનું પાપ ક૨વા તૈયાર
સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧