________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. દુઃસ્વપ્નના ફળરૂપે આવનારા દુઃખથી હું ભય પામતો નથી. હું દુઃખ સહન કરીશ, પણ પાપ નહીં કરું.’
માતાએ મારી વાત સાંભળીને વિચાર્યું : ‘ધર્મચર્ચાથી આ પુત્ર મારી વાત નહીં માને, વાદ-વિવાદનો અંત આવતો નથી. વાદ-વિવાદથી એ મારી વાત નહીં માને.. એને મનાવવા માટે, એના હૃદયમાં મારા પ્રત્યે ભક્તિભાવ પેદા કરવો પડશે.’ તેણે મને ખૂબ મધુર અને લાગણીભર્યા શબ્દોમાં કહ્યું :
‘વત્સ, પ્રાચીન ઋષિ-મુનિઓનાં વચનોને હાલ બાજુ પર રાખ, મારી આટલી વાત તારે માનવી પડશે... પુત્ર, સ્વપ્નના ફળનો વિચાર કરતાં હું ધ્રૂજી જાઉં છું... તારું અહિત થાય, અમંગલ થાય... એ મારાથી નહીં જોઈ શકાય... મારી ખાતર પણ આ એક વાર વેદોક્ત વિધિથી દેવતા સમક્ષ પશુવધ કરીને દેવતાનું પૂજન કર.' આમ બોલીને... આંખોમાં આંસુ ભરીને... માતા મારા પગમાં પડી ગઈ... હું દૂર ખસી ગયો. બે હાથે માતાને પકડી મેં ઊભી કરી. એ રોવા લાગી હતી... હું મુશ્કેલીમાં મુકાયો. મારી સામે દ્વિધા પેદા થઈ ગઈ. એક બાજુ મારું અહિંસાનું વ્રત! જો માતાનું વચન માન્ય રાખું તો વ્રતભંગ થાય. જો વ્રતપાલન કરું તો માતાના વચનનો ભંગ થાય. હું સિંહાસન પર બેસી ગયો. ઊંડા વિચારમાં ઊતરી ગયો.
મહામંત્રીએ મારી પાસે આવીને વિનયપૂર્વક કહ્યું : ‘મહારાજા, આપ અને રાજમાતા, મંત્રણાગૃહમાં પધારો. રાજસભાનું વિસર્જન ક૨વાનો સમય થઈ ગયો છે, અને હવે આ વિચારણા ગુપ્ત રીતે થાય, એ પણ જરુરી છે.'
મને મહામંત્રીની વાત યોગ્ય લાગી. હું અને માતાજી મંત્રણાગૃહમાં ગયા. માતાને ભદ્રાસન પર બેસાડી, હું ખંડમાં આંટા મારવા લાગ્યો. ‘શું કરું? માતાના વચનનો ભંગ કરું કે વ્રતનો ભંગ કરું? માતાના વચનના ભંગ કરતાં વ્રતભંગનો દોષ મોટો હોય છે. વ્રતભંગ કરનારને ભયંકર પરિણામ ભોગવવાં પડે છે. ના, ના, હું વ્રતભંગ તો નહીં જ કરું. માતાને સમજાવવા પ્રયત્ન કરું.’ મેં માતાને કહ્યું :
‘ઓ મારી જનની, હું તને એક પ્રશ્ન કરું છું. સાચું કહે, હું તને પ્રિય છું કે અપ્રિય?'
‘અત્યંત પ્રિય છે પુત્ર!'
‘તો પછી તું મને દુર્ગતિના ઊંડા કૂવામાં ધક્કો મારનારી આજ્ઞા કેમ કરે છે? હું તને જો પ્રિય છું, તો મને એવી આજ્ઞા ના કર... અને તે છતાં તમારે કુળદેવતાને લોહી-માંસ અર્પણ કરવાં છે તો બીજા જીવોનાં શા માટે? મારાં જ લોહી-માંસથી પૂજા કરજો...’
એમ કહી મેં મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી... મારા ગળા ઉપર ઉગામી... ત્યાં ઊછળીને ઊભી થઈ... મારી પાસે આવી, મારો તલવારવાળો હાથ સજ્જડ પકડી લીધો.
ર
ભાગ-૨ * ભવ ચોથો
For Private And Personal Use Only