________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝંખી રહ્યું. મારા ચિત્ત પર એક અનેરો ઉન્માદ છવાયો. હૃદયમાં અનંગની આંધી ઊઠી.. હું બે ભેખડો વચ્ચેની કેડી પરથી ધીરે ધીરે નીચે ઊતર્યો. ત્યાં નદીનો પ્રવાહ વહેતો હતો. કિનારા પરની એક શિલા પર બેસી મેં મારા બે પગ પાણીમાં ડુબાડ્યાં.. ત્યાં બેસી રહ્યો.. ત્યાં મને મારો મિત્ર વસુભૂતિ યાદ આવ્યો. અને મારો અવંગજવર ઊતરવા માંડ્યો. “ક્યાં હશે મારો એ મિત્ર? જેવી રીતે મારા હાથમાં પાટિયું આવી ગયું ને હું કિનારે પહોંચી ગયો, એ રીતે એના હાથમાં પણ પાટિયું આવી ગયું હશે ને? હે ભગવાન, તું મારા મિત્રની રક્ષા કરજે, એ નિઃસ્વાર્થ છે... એ મારા માટે જ જીવતો હતો. એને પોતાનાં સુખ-દુઃખ જેવું કંઈ હતું જ નહીં. એ મારા સુખે સુખી અને મારા દુઃખે દુઃખી રહેનારો મિત્ર છે... એના વિના મારું જીવન અર્થ વિનાનું બની ગયું છે.' હું ત્યાંથી સાચવીને ઊભો થયો.
જે રસ્તેથી હું પહાડમાં આવ્યો હતો, એ જ રસ્તે પાછો ફર્યો. ઉપવનના આડા-- અવળા માર્ગો પર ફરતો રહ્યો. જ્યારે સૂર્ય અસ્તાચલ તરફ ઊતરવા લાગ્યો, હું નદીના પટમાં જઈ ઊભો રહ્યો. મારે બીજું કોઈ કામ ન હતું. નદીના પાણી ઉપર તરતાં પક્ષીઓ જતો રહ્યો. નદીના સામે કિનારે પાણી પીવા આવતાં પશુઓને જોતો રહ્યો.
મેં ફલાહાર કરી પાણી પી લીધું, અને રાત ક્યાં પસાર કરવી, તે જગ્યા શોધવા લાગ્યો. આમ્રવૃક્ષની નીચે મને એક મોટી પથ્થરશિલા મળી ગઈ. તેના પર લીલાં પર્ણ પાથરીને પથારી બનાવી અને દેવગુરુનું સ્મરણ કરી સૂઈ ગયો. આખા દિવસના રઝળપાટના કારણે મને તરત જ ઊંઘ આવી ગઈ.
એક પ્રહર રાત્રિ બાકી રહી હશે ત્યારે મને એક સ્વપ્ન આવ્યું :
હું એક સુવર્ણવૃક્ષ પાસે બેઠો હતો. મારી પાસે એક દિવ્ય સ્ત્રી આવી. તેના હાથમાં મનોહર પુષ્પમાળા હતી. તેણે મને કહ્યું : “કુમાર, આ પુષ્પમાળા મેં જાતે ગૂંથેલી છે. હું તમારા માટે લાવી છું, માટે ગ્રહણ કરો.” મેં એ દિવ્ય સ્ત્રી પાસેથી પુષ્પમાળા લઈને મારા ગળામાં પહેરી લીધી! પછી એ દિવ્ય સ્ત્રી સાથે ઘણો વાર્તાલાપ ર્યો. ત્યાં મારા કાને સારસ પક્ષીનો મધુર સ્વર પડ્યો.. ને હું જાગી ગયો.
સવારે હું જાગ્યો ત્યારે સવારના સૂરજનું મુલાયમ અજવાળું પથરાયું હતું. ઊંચા વૃક્ષોની સઘન ડાળીઓની તિરાડમાંથી સૂરજનાં કિરણો મારા પર પડતાં હતાં.
જ એક
શ્રી સમરાદિત્ય મહાકથા
૭૨૭
For Private And Personal Use Only