________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[૧0911
હું ઊભો થયો. મેં સ્વપ્નને પુનઃ યાદ કરી લીધું. “આ સ્વપ્ન જે રીતે અને જે કાળે મને આવ્યું છે, એનું ફળ મને મળવું જ જોઈએ. થોડા દિવસોમાં જ મને કોઈ કન્યાની પ્રાપ્તિ થવી જોઈએ. પરંતુ આ અરણ્ય છે! હું નથી જાણતો કે અહીં શું થશે?' મને અવ્યક્ત હર્ષ થયો મારી જમણી આંખ ફરકવા લાગી. જમણો હાથ સ્કુરાયમાન થવા લાગ્યો... તેથી મારું મન શ્રદ્ધાવાળું બન્યું. “મને કન્યાલાભ થવો જ જોઈએ... પરંતુ આ કેવી રીતે સંભવિત બનશે? હું વિલાસવતી સિવાય બીજી કોઈ કન્યાની ઇચ્છા કરતો નથી. તો શું મને આ વનમાં વિલાસવતી મળશે? એ વાત સંભવિત નથી. હા, પેલી તાપસકન્યા વિલાસવતી જેવી. જ છે... એ જ રૂપ અને એ જ લાવ! એ વિલાસવતી જ હોવી જોઈએ. નહીંતર એનામાં અનંગનો તરવરાટ કેવી રીતે હોઈ શકે? મેં ગઈ કાલે એની શારીરિક ચેષ્ટા જોઈ હતી.
પરંતુ જો એણે તાપસી-દીક્ષા લઈ લીધી હોય તો એની સાથે વૈષયિક સુખ ના ભોગવી શકાય. પછી તો મારે સંસારનાં સુખોનો ત્યાગ કરી, તાપસ થઈ જવાનું જ ઉચિત છે. મારી ખાતર જો એ તાપસી બની શકે છે તો મારે તાપસ બની જવું સર્વથા ઉચિત છે.
આજે હું તપાસ કરું એ તાપસીને શોધીને નિર્ણય કરું કે એ કોણ છે? જ્યાં સુધી એ નિર્ણય ના થાય ત્યાં સુધી હું બીજું કોઈ પગલું ના ભરી શકું.”
મેં નદીમાં સ્નાન કર્યું. ફલાહાર કર્યો. પાણી પીધું અને એ વનપ્રદેશમાં તાપસકન્યાને શોધવા નીકળી પડ્યો. દિવસભર શોધતો રહ્યો... ભટકતો રહ્યો.. એ કન્યા ના મળી.. એ જ રીતે બીજા દિવસે ભટક્યો... રાત પડી ગઈ, છતાં તાપસકન્યા ના મળી.... આ રીતે દિવસ દરમિયાન એને શોધતા ફરવાનું અને રાત્રે નિશ્ચિત સ્થાને આવીને સૂઈ જવાનું પંદર દિવસ સુધી ચાલ્યું! હું થાકી ગયો હતો. કંટાળી ગયો હતો. નિરાશાથી ઘેરાઈ ગયો હતો... છતાં સ્વપ્નથી બંધાયેલી આશાનો એક તાંતણો તૂટ્યો ન હતો, અખંડ હતો.
માધવીલતાથી વીંટાયેલા એક આમ્રવૃક્ષની પાસે જઈને છાયામાં બેઠો.. ત્યાં સૂકાં પાંદડાંઓનો ખડખડ અવાજ સંભળાયો. જે દિશામાંથી અવાજ આવ્યો, તે દિશામાં મેં જોયું... દૂરથી મારી તરફ આવતી એક તાપસી-સ્ત્રીને મેં જોઈ... હું એને જોતો જ રહ્યો. તેણે કપાળમાં રાખનું તિલક કરેલું હતું. માથે કાળા વાળની જટા બાંધેલી ૭૮
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only