________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. તેના ગળામાં રુદ્રાક્ષની માળા હતી. તેના એક હાથમાં કમંડલ હતું. તેનું શરીર અતિ કૃશ હતું છતાં મુખ પર તેજ હતું. ભૂતકાળમાં એ રૂપસુંદરી હશે, એમ મને લાગ્યું.
તાપસી નજીક આવી. હું ઊભો થયો અને પ્રણામ કર્યાં. જમણો હાથ સહેજ ઊંચો કરીને તે બોલી :
‘રાજપુત્ર! શતં જીવ!'
મને આશ્ચર્ય થયું. ‘આણે મને રાજપુત્ર કહીને સંબોધ્યો... એ મને કેવી રીતે ઓળખી ગઈ? હા, મેં જાણ્યું છે કે આવા તાપસ, તાપસીઓ વિશિષ્ટ જ્ઞાની હોય છે. જ્ઞાનદ્રષ્ટિવાળા હોય છે. તેઓ બધું જ જાણતા હોય છે...' હું વિચારતો... અને તાપસીની સામે જોતો ઊભો હતો. તાપસીની આંખો ધીરે ધીરે ભીની થતી ગઈ. ચહેરો લાલ થતો ગયો.
તેણીએ મને કહ્યું : ‘હે કુમાર, આપણે જમીન પર બેસીએ, તમારી સાથે મારે કેટલીક આવશ્યક વાતો કરવી છે.’
મેં કહ્યું : ‘જેવી ભગવતીની આજ્ઞા! આપણે બેસીએ. મારે અહીં બીજું કોઈ કામ પણ નથી.’
‘કુમાર, જે મહત્ત્વની વાત મારે તમને કહેવી છે, એ કહેતા પહેલાં હું તમને મારો પરિચય આપું.
વૈતાઢ્ય પર્વત ઉપર ‘ગંધસમૃદ્ધ’ નામનું વિશાળ નગર છે. એ વિદ્યાધરોનું નગર છે. એ નગરના મહારાજા સહસ્રાનલ હતા. રાણીનું નામ સુપ્રભા હતું. તેમની હું પુત્રી છું. મારું નામ મદનમંજરી.’
‘તો આપ વિદ્યાધર રાજકુમારી હતાં...? અને આપે આ દુષ્કર તાપસી-વ્રત ગ્રહણ કર્યું?'
‘હા, રાજકુમાર, હું મારાં માતા-પિતાની અત્યંત પ્રિય પુત્રી હતી. ખૂબ લાડપ્યારમાં હું ઊછરી. અનેક લાઓમાં નિપુણ બની. જ્યારે મેં યૌવનમાં પ્રવેશ કર્યો, મારા પિતાજીએ ‘પવનગતિ’ નામના રાજકુમાર સાથે મારાં લગ્ન નક્કી કર્યાં. મારા પતિ રૂપવાન, ગુણવાન અને પરાક્રમી હતા. અમારો પરસ્પર પ્રગાઢ પ્રેમ હતો. દીર્ધકાળપર્યંત અમે વૈષયિક સુખો ભોગવ્યાં. સ્વર્ગીય સુખનો અનુભવ કરતાં રહ્યાં.
પરંતુ આ દુનિયામાં કોનું સુખ શાશ્વત છે? સુખ પછી દુઃખ આવતું જ હોય છે. એક દિવસ વિમાનમાં બેસીને અમે બંને આકાશમાર્ગે નંદનવન ગયાં. નંદનવનમાં અમે ભિન્ન ભિન્ન પ્રકારની ક્રીડાઓ કરવા લાગ્યાં. તે પછી મારા પતિ એક સુવર્ણશિલા પર બેઠા અને હું એમનાથી થોડે દૂર જમીન પર બેઠી. અચાનક મારા પિત સુવર્ણશિલા પરથી નીચે ગબડી પડ્યા. પડતાંની સાથે જ તેઓ ચેતનાવિહીન થઈ
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૯