________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવું છું... પછી મારે રાજમંત્રી પાસે શા માટે જવું જોઇએ?'
અમને મહારાજાની આજ્ઞા છે, એટલે તમારે રાજમંત્રી પાસે આવવું તો પડશે જ.”
ચાલો, હું આવું છું.' ધનકુમારે વિચાર કર્યો : “સૈનિકો પકડીને લઈ જાય, એના કરતાં સ્વેચ્છાએ જવાથી મંત્રી ઉપર સારો પ્રભાવ પડશે, ને જલદી છૂટકારો મળશે!'
મંત્રી પાસે પહોંચ્યા. મંત્રીએ ધનકુમારને પૂછ્યું : “કોણ છો? ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો?”
શ્રેષ્ઠીપુત્ર છું.. સુશર્મનગરથી આવું છું... ને પાછો સુશર્મનગર જવાનો છું.' ‘તમારી પાસે કંઈ ખાવાનું ભાતું કે બીજી કોઈ વસ્તુ છે ખરી?” “ના રે, શંકા કરવા યોગ્ય કંઈ જ નથી મારી પાસે.” સ્પષ્ટ વાત કર.” આપ જેવા મંત્રીશ્વર સમક્ષ ખોટું નિવેદન કેમ કરાય?” ભલે, તમે જઈ શકો છો...” મંત્રીએ કુમારને મુક્ત કરી દીધો. કુમારે રત્નમાળા ના બતાવી! લોભ હતો.. ને પરિણામનું અજ્ઞાન હતું. રાજમંત્રીના ઘરના પગથિયાં ઊતરીને ધનકુમાર આંગણામાં આવ્યો, ત્યાં અચાનક એક મોટો વાંદરો - લીમડાના વૃક્ષ પરથી ઉતરી આવ્યો ને ધનકુમારને વળગી પડ્યો. ઉઝરડા કરવા માંડ્યા... વસ્ત્ર ફાડવા માંડ્યા... શરીરે બચકાં ભરવા માંડ્યા... ધનકુમાર બેબાકળો બની ગયો. વાંદરાથી છૂટવા પ્રયત્ન કરવા માંડ્યો..
ત્યાં વસ્ત્રમાં છુપાયેલી “રત્નમાળા' જમીન પર પડી ગઈ! તરત જ વાંદરાએ રત્નમાળા હાથમાં લઈ લીધી. ધનકુમાર એ માળા છોડાવવા જાયે એ પૂર્વે રાજમંત્રી એ માળા જોઈ લીધી તે દોડતો આવ્યો. વાંદરા પાસેથી રત્નમાળા છોડાવી લીધી. માળા લઈને મંત્રીએ કુમારને કહ્યું : “મારી પાછળ ચાલ્યો આવ.'
ધનકુમાર ભયથી ધ્રૂજી ઊઠ્યો. તેનું મુખ પ્લાન થઈ ગયું. તેના શરીરે પરસેવો છૂટી ગયો.
મંત્રીએ ધારીધારીને રત્નમાળા જોઈ. આ ત્રિલોક્યસારા છે... આ માળા તો મેં મારા હાથે જ ભંડારમાંથી કાઢીને રાજકુમારીને આપી છે! આ માળા આ શ્રેષ્ઠીપુત્ર પાસે કેવી રીતે આવી હશે? કંઈક ચિંતા.. કંઈક શંકા... ને કંઈક આશ્ચર્યથી મંત્રીએ કુમારને પૂછ્યું :
હે ભદ્રપુરુષ, આ માળા તારી પાસે ક્યાંથી આવી?'
હું મારા વહાણમાં મહાકટક દ્વીપ પર ગયો હતો. ત્યાં મેં આ માળા ખરીદી હતી. એ દ્વીપથી પાછા ફરતાં, માર્ગમાં મારું વહાણ ભાંગી ગયું... મારું સર્વસ્વ સમુદ્રના તળિયે જઈને બેઠું. માત્ર હું બચી ગયો, ને આ માળા બચી ગઈ...”અસત્ય બોલ્યો.
શ્રી સમરાદિત્ય મહાકથા
પ૭
For Private And Personal Use Only