________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે પથ્થર લઈ તે આગળ ચાલ્યો. રાતવાસો શિવમંદિરમાં કરી, પ્રભાતે તે આગળ વધ્યો. મધ્યાહ્નકાળે નાના ગામમાં વિસામો કરી, વળી આગળ ચાલ્યો. રાતવાસો એણે શ્રાવસ્તીની નજીક એક યોજન દૂર એક પાન્ધશાળામાં કર્યો. પાન્ધશાળામાં બીજા મુસાફરો પણ હતા. પરંતુ ધનકુમારે એ લોકો સાથે કોઈ વાત ના કરી. એક ખૂણામાં લાંબો થઈને સૂઇ ગયો. એની પાસે કોઈ સામાન તો હતો નહીં, કપડાં ફાટેલાં હતાં... દેદાર દરિદ્ર જેવો હતો... એટલે “રત્નમાળા' સુરક્ષિત હતી!
વહેલી સવારે તે શ્રાવસ્તી તરફ ચાલી નીકળ્યો. સૂર્યોદય વેળાએ શ્રાવસ્તીના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો. પ્રવેશદ્વારે લોકોની ભીડ હતી. ધનકુમારે, ત્યાંથી પસાર થતા એક નાગરિકને પૂછ્યું :
મહાનુભાવ, પ્રવેશદ્વાર પર લોકોની ભીડ કેમ છે? નાગરિકે ધનકુમાર સામે જોયું, તેણે કહ્યું : ‘તમે પરદેશી લાગો છો, હમણાં જ ચાલ્યા આવતા લાગો છો?' તમારું, અનુમાન સાચું છે.”
આજે રાત્રે રાજમહેલમાં ચોરી થઈ છે. ચોરોએ રાજભંડારમાં ચોરી કરી છે. ચોરોને પકડવા માટે નગરના ચારે દિશામાં ચાર પ્રવેશદ્વારો બંધ કરી દેવાયાં છે. જે કોઈ પરદેશી નગરમાંથી બહાર જતો હોય કે બહારથી અંદર આવતો હોય, તેને સૈનિકો પકડે છે. રાજમંત્રી પાસે લઈ જાય છે. રાજમંત્રી અને તપાસે છે, જો નિર્દોષ હોય તો છોડી દે છે...” આટલું કહીને નાગરિક એના રસ્તે ચાલતો થયો, ધનકુમારે વિચાર કર્યો હું હમણાં નગરમાં ના જાઉં... બહાર જ કોઈ પાન્થશાળામાં કે અન્યત્ર રોકાઈ જાઉં. ચોરો પકડાઈ જાય, પછી નગરમાં જઈશ..”
ધનકુમાર પાછો ફર્યો... બીજી દિશા તરફ ચાલ્યો, પરંતુ એક સૈનિક અધિકારીએ એને જોઈ લીધો.. દોડીને એ કુમાર પાસે આવ્યો ને તેને પકડડ્યો. પૂછ્યું : “હે ભદ્ર, તું કોણ છે? ક્યાંથી આવે છે?” હું શ્રેષ્ઠીપુત્ર છું, સુશર્મનગરથી આવું છું.' તું ક્યાં જાય છે?' હું આગળ ગયો હતો, હવે પાછો સુશર્મનગર જઇશ.”
હે શ્રેષ્ઠીપુત્ર, તમે ગુસ્સો ના કરશો, અમારે તમને પકડવા પડશે... અને રાજમંત્રી પાસે લઈ જવા પડશે.'
પ્રયોજન?' મહારાજાના રાજભંડારમાં ચોરી થઈ છે, માટે દરેક પરદેશીને તપાસવામાં આવે છે.” પરંતુ, હું એવાં પાપકર્મ કરનારો નથી. હું શ્રેષ્ઠીપુત્ર છું. અને હમણાં જ ચાલી
ભાગ-૨ # ભવ ચોથો
UGS
For Private And Personal Use Only