________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. શ્યામ રોમરાજી હતી. ઉન્નત પર્યાધર હતા. અશોકલતા જેવા કોમળ બાહુ હતા. જાસુદ પુષ્પના જેવા લાલ રંગવાળા એના હોઠ હતા. હરણીના નયન જેવાં એનાં ચંચળ નયન હતાં. પ્રમાણોપેત સુંદર સરળ નાસિકા હતી. ખેંચેલા ધનુષ્ય જેવી એની બે ભ્રમરો હતી. અષ્ટમીના ચન્દ્ર જેવો ભાલપ્રદેશ હતો.
તેના ડાબા હાથમાં પુષ્પોથી ભરેલી છાબડી હતી. જમણાં હાથે તે પુષ્પો ચૂંટી રહી હતી...! મને વિચાર આવ્યો : ‘એક વનવાસિની કન્યાનું આવું અદ્ભુત લાવણ્ય? કોણ હશે આ કન્યા? શા માટે આ કન્યા આવા પ્રદેશમાં રહેતી હશે?' હું નજીક ગયો. એ મને ના જુએ એ રીતે એક લતા સમૂહની પાછળ બેસી ધારી-ધારીને મેં એને જોઈ... હું ચમકી ગયો. ‘અરે આ તો વિલાસવતી છે! આનામાં અને વિલાસવતીમાં કોઈ જ ફરક મને દેખાતો નથી... માત્ર વસ્ત્રોમાં ફરક છે!' જેમ જેમ એનાં અંગોપાંગ જોતો ગયો... તેમ તેમ મારામાં વાસનાની આગ પ્રજ્વલિત થવા લાગી. મોહવાસના ઉત્તેજિત થવા લાગી...
વનકન્યા, પુષ્પોથી છાબડી ભરાઈ જતાં વન તરફ ચાલવા લાગી. હું પણ વન તરફ, એની પાછળ પાછળ, થોડું અંતર રાખીને ચાલવા લાગ્યો. મને લાગ્યું કે,હું એ વનકન્યાને મળું... એની સાથે વાત કરું... એ મને જુએ!' એટલે હું બીજા રસ્તેથી આગળ નીકળીને, એના માર્ગની વચ્ચે ઊભો રહ્યો, એ પાસે આવી એટલે મેં પ્રણામ કરીને કહ્યું :
‘હે ભગવતી! તમારો તપધર્મ વૃદ્ધિ પામો. તમે નિર્ભય બનીને બે ક્ષણ મારી વાત સાંભળો.'
તે ઊભી રહી ગઈ. એક ક્ષણ મારા તરફ જોઈને, તેણીએ પોતાની દૃષ્ટિ જમીન પર સ્થિર કરી દીધી.
‘ભગવતી, હું શ્વેતાંબીનો રહેવાસી છું. તામ્રલિપ્તીથી સુવર્ણભૂમિ આવીને, ત્યાંથી સમુદ્રમાર્ગે સિંહલદ્વીપ જવા નીકળ્યો હતો. માર્ગમાં વહાણ ભાંગી ગયું.. પાટિયાના સહારે બચી ગયો... સમુદ્રના કિનારે આવ્યો... હે દેવી, મને કહો કે આ પ્રદેશનું નામ શું છે? આ કયો દ્વીપ છે? અને તમારો આશ્રમ ક્યાં આવેલો છે?'
એ વરકન્યાએ શરમાતાં શરમાતાં મારી સામે જોયું. દૃષ્ટિ તિરછી કરી... પછી ક્ષણ વાર નીચું મુખ કરીને ઊભી રહી... મારા એક પણ પ્રશ્નનો ઉત્તર ના આપ્યો... અને તપોવન તરફ ચાલતી થઈ ગઈ...
હું વિચારમાં પડી ગયો. ‘વનકન્યા નિર્ભય છે. મને જોઈને એને ભય ના લાગ્યો... પરંતુ સંકોચ પામી... બોલી નહીં, પણ બે વાર તેણે મને સ્નેહદૃષ્ટિથી જોયો! એવી જ એની આંખો છે... જેવી વિલાસવતીની છે! મને તો આ વિલાસવતી જ લાગે છે... પરંતુ એ અહીં... આ દૂરના પ્રદેશમાં... તે પણ નિર્જન વનમાં ક્યાંથી હોઈ શકે? સમાન આકૃતિનાં ઘણાં સ્ત્રી-પુરુષો હોય છે...
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૭૫