________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૭]
ઘટણ મહામંત્રીપદનો કાર્યભાર સંભાળી લીધો, પરંતુ તેનું ચિત્ત અશાંત અને ઉદ્વિગ્ન રહેતું હતું. એનું મૂળ કારણ હતું લક્ષ્મીનું સ્ત્રીચરિત્ર.
ધરણે નિષ્કપટ હૃદયથી લક્ષ્મીને ચાહી હતી. એણે, દેવપુરની રાજસભાની ઘટના પહેલાં, ક્યારેય લક્ષ્મીમાં દોષ જોયો ન હતો. એને લક્ષ્મીમાં દોષ દેખાતો જ ન હતો. એણે લક્ષ્મીને પૂર્ણ રૂપે ચાહી હતી. જ્યારે લક્ષ્મીનાં ચિત્તમાં લગ્નના દિવસથી માંડીને ધરણ પ્રત્યે છૂપો દ્વેષ પ્રગટ્યો હતો. તેણે ક્યારેય ધરણ સાથે શુદ્ધ પ્રેમ કર્યો જ ન હતો. કર્યું હતું માત્ર પ્રેમનું નાટક.. પ્રેમનો અભિનય. આ અભિનયને ધરણે વાસ્તવિક માની લેવાની ભૂલ કરી હતી. અથવા, એના ભોળા હૃદયથી આ ભૂલ થઈ ગઈ હતી. મોટા ભાગે ભોળા હૃદયના માણસો, બીજાઓને પોતાના જેવા જ સરળ અને નિખાલસ માનતા હોય છે. એટલે કપટી, દંભી અને સ્વાર્થપરસ્ત લોકો, આવા ભોળા મનુષ્યોના જીવન સાથે કૂટ રમત રમતા હોય છે. તેમને દુઃખી કરતા હોય છે. લક્ષ્મીએ ધરણના જીવનને, આતંરિક... માનસિક જીવનને વેદનાથી વલૂરી નાખ્યું હતું. જેમ સિંહ પોતાના પંજાથી પોતાના શિકારની ચામડી ઉઝરડી, નાખે.. ચામડી ચીરી નાખે, એ રીતે લક્ષ્મીએ ધરણના હૃદયને ઉઝરડી નાખ્યું હતું.
અલબત્ત, દેવપુરની રાજસભામાં લક્ષ્મીએ કરેલા નિવેદનથી, ધરણની લક્ષ્મી પ્રત્યેની આસક્તિનાં પાણી સુકાઈ ગયાં હતાં. જેમ વૈશાખ-જેઠના આકરા તાપથી સરોવરનાં પાણી સુકાઈ જાય તેમ! લક્ષ્મી ઉપરનો તેનો વિશ્વાસનો પથ્થરનો કિલ્લો તૂટી પડ્યો હતો. તે છતાં ધરણના હૃદયમાં લક્ષ્મી પ્રત્યે દ્વેષ જાગ્યો ન હતો. તે ઈચ્છતો હતો કે હવે લક્ષ્મી તેની સ્મૃતિમાં જ ના આવે. પરંતુ દિનપ્રતિદિન તેની સ્મૃતિ વધુ ને વધુ આવતી હતી, એ સ્મૃતિમાં મધુરતા ન હતી. કટુતા પણ ન હતી. મધુરતા અને કટુતાની વચ્ચેનો કોઈ અનિર્વચનીય ભાવ હતો. એ ભાવ અગ્નિજ્વાલા બનીને, એને દઝાડતો હતો. વિછી બનીને ડંખ દેતો હતો.
એનો સ્ત્રી જાતમાંથી વિશ્વાસ ઊઠી ગયો. સ્ત્રી-સંયોગથી મળતાં સુખ પ્રત્યેનું આકર્ષણ નાશ પામ્યું. સ્વજનો ઉપરના પ્રેમની નિઃસારતા, તેણે સાચી રીતે સ્વીકારી લીધી.
આ બધી મનની વાતો એક દિવસ, એના મિત્ર દેવનંદી આગળ પ્રગટ થઈ ગઈ. વતનમાં આવ્યા પછી, દેવનંદી સાથે તેની મૈત્રી દઢ થઈ ગઈ હતી. દેવનંદી ધનાઢ્ય
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only