________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણકુમારને મહામંત્રીપદની મુદ્રા આપી છે. આજથી ધરણકુમાર, આ રાજ્યના મહામંત્રી બને છે.”
રાજસભા હર્ષના ધ્વનિથી ગાજી ઊઠી, ધરણે ઊભા થઈ, મહારાજાને પ્રણામ કરી, ધીર ગંભીર સ્વરે કહ્યું :
હું જાણતો નથી કે મારામાં આ પદની યોગ્યતા છે કે કેમ? પરંતુ મારા પર વિશ્વાસ મૂકીને, મને મહામંત્રી બનાવ્યો છે. તે તેઓનો મારા પર મોટો અનુગ્રહ થયો છે. રાજ્ય માટે અને પ્રજા માટે જે કોઈ મારાં ક્તવ્યો છે, એ કર્તવ્યોનું હું સમુચિત રીતે પાલન કરીશ.”
રાજસભાનું વિસર્જન થયા પછી, ધરણે તરત જ મંત્રીમંડળની સભા ભરી. તેણે દરેક મંત્રીને, તેમનાં તેમનાં કાર્યો સોંપી દીધો અને કહ્યું : “હું ઈચ્છું છું કે આપણા રાજ્યમાં કોઈ જીવની હિંસા ન થાય તે માટે આપણે સુયોગ્ય પ્રબંધ કરવાનો છે. રાજ્યમાં અપરાધોનું પ્રમાણ ઘટાડવા માટે પણ પ્રયત્ન કરવાનો છે. દરેક મનુષ્યને પોતાનો ઉચિત અર્થપુરુષાર્થ કરવાનો મળી રહે, તો અપરાધો ઓછા થઈ શકે.
ત્રીજી મહત્ત્વની વાત છે રાજ્યનો કોશ, જે અત્યારે ખાલી છે, તેને પરિપૂર્ણ કરવો જોઈએ. પ્રજા રાજ્યનો કર નિયમિત આપે અને તે ધન રાજ્યના કોશમાં જમા થાય. એ કામ અગત્યનું છે. જો રાજ્યની તિજોરીમાં ધન હશે તો જ પ્રજા માટે સુખસુવિધાઓ ઊભી કરી શકાશે.
પ્રજાનું આરોગ્ય જળવાય, પ્રજામાં અજ્ઞાનતા ન રહે અને પ્રજાની જીવનજરૂરિયાતો પૂરી પડે, એ માટે સત્વર પગલાં લેવાં જોઈએ, આપણા રાજ્યમાં કોઈ ગરીબ ના રહેવો જોઈએ. ઘર વિનાનો ના રહેવો જોઈએ.
જો આ બધું આપણે કરીશું તો રાજ્યમાં અપરાધો ઘટી જશે. પ્રજાની ફરિયાદોનો તત્કાલ નિકાલ કરવો જોઈશે. એ માટે ન્યાયાલયોની સ્થાપના કરીશું.
મંત્રીમંડળે ધરણકુમારની વાતનો સ્વીકાર કર્યો, અને આ બધાં કામો કરવાનાં વચન આપ્યાં.
૦ ૦ ૦. થોડા જ દિવસોમાં ધરણે પ્રજાના પ્રેમ સંપાદન કર્યો. આમેય મહાદાન આપવાથી એ લોકપ્રિય તો હતો જ, હવે વિશેષરૂપે પ્રજા એને ચાહવા લાગી.
મહારાજાને ઘણો જ સંતોષ થયો. એમની ધારણા મુજબ રાજ્યવ્યવસ્થા સારી રીતે સ્થપાઈ ગઈ. રાજ્યની તિજોરી ધનથી ભરાવા માંડી.
ધરણનાં માતા-પિતા ખૂબ આનંદિત થયાં, એમનાં મનમાં ધરણને પુનઃ પરણાવવાની ભાવના પ્રબળ થતી ચાલી.
એક
જ
ક
૯૨૨
ભાગ-૨ # ભવ છઠો
For Private And Personal Use Only