________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાનો પુત્ર હતો. પહેલી વારની વિદેશયાત્રા પછી, દેવનંદીના વિચારોમાં આધ્યાત્મિક પરિવર્તન આવ્યું હતું. પૂર્વે ભલે એ ધરણ સાથે સ્પર્ધામાં ઊતર્યો હતો, પરંતુ શરતમાં જીતવા છતાં જ્યારે ધરણ સ્વેચ્છાએ સ્પર્ધામાંથી ખસી ગયો હતો ત્યારે દેવનંદીના મનમાં ધરણ પ્રત્યે આદર પ્રગટટ્યો હતો. ધરણ તો પુનઃ વિદેશયાત્રા એ ચાલ્યો ગયો હતો. એ દરમિયાન દેવનંદી એક મહામુનિના પરિચયમાં આવી ગયો હતો. ‘નિર્વાણસંગમ' નામના મહામુનિના પરિચયથી તેને આત્મા, કર્મ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર... વગેરે તત્ત્વોનો બોધ પ્રાપ્ત થયો હતો. સંસારની પ્રત્યેક ઘટનાની પાછળ કયું અદશ્ય કારણ રહેલું છે, તેની સાચી સમજણ તેને મળી હતી. તેના કારણે એના રાગ-દ્વેષ મંદ પડ્યા હતા. તેનો સમતાભાવ પુષ્ટ બન્યો હતો. તેની વાણી મધુર અને ગંભીર બની હતી.
જ્યારે ધરણ વિદેશયાત્રાથી પાછો આવ્યો, રાજ્યનો મહામંત્રી બન્યો, દેવનંદી તેને અભિનંદન આપવા આવ્યો. તેણે ધરણને હાર્દિક અભિનંદન આપ્યા, પરંતુ ધરણની આંખોમાં એણે હર્ષના બદલે વિવાદ જોયો.... આનંદના સ્થાને ઉદાસી જોઈ. જોકે ધરણે મંદ હાસ્ય કર્યું, પરંતુ દેવનંદીએ જાણી લીધું કે મહામંત્રીનું પદ મળવાં છતાં, ધરણ અંદરથી સંતપ્ત છે, ઉદાસ છે, ઉદ્વિગ્ન છે. તેણે ધરણનો હાથ પકડી કહ્યું :
ધરણ, હું તને પહેલા મારો મિત્ર માનું છું, પછી મહામંત્રી...' એ જ ઉચિત છે, ને મને પ્રિય છે.'
તો પછી, ધરણ હું તને એક પ્રશ્ન પૂછું છું. તું મને નિખાલસ હૃદયથી ઉત્તર આપીશ?'
આપીશ...'
તું ઉદાસ કેમ છે? ઉદ્વિગ્ન કેમ છે? તારા હૃદયમાંથી વેદનાના ધુમાડા નીકળતા હું જોઉં છું...”
તારું અનુમાન સાચું છે, મિત્ર...'
કારણ?” દેવનંદીએ ધરણની આંખો સાથે પોતાની આંખો મેળવી. બંનેનું પરસ્પર દષ્ટિ-ત્રાટક રચાયું. “પત્ની લક્ષ્મીનો વિશ્વાસઘાત... એની શીલભ્રષ્ટતા અને એની નિષ્કારણ વૈરવૃત્તિ.”
દેવનંદીની આંખોમાં સહાનુભૂતિની ભીનાશ પથરાણી. બે ક્ષણ આંખો બંધ કરી. એણે કંઈક ચિંતન કર્યું... અને પછી લાગણીભર્યા શબ્દોમાં પૂછ્યું :
ધરણ, એનું કોઈ કારણ? cજ
ભાગ-૨ # ભવ છઠો
For Private And Personal Use Only