________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“એનું કોઈ કારણ મને જણાયું નથી. મારા તરફથી એને પૂર્ણ પ્રેમ મળતો હતો... હું એને અત્યંત ચાહતો હતો...”
'મિત્ર, આપણે જેને ચાહતા હોઈએ, એ આપણને ચાહતો જ હોય, એવો નિયમ નથી, એ આપણને ના પણ ચાહતો હોય.”
પરંતુ એ મને ચાહતી હતી. દેવપુરની રાજસભામાં એણે મારી સાથે છેડો ફાડ્યો, એની આગલી રાતે તો એણે મારી સાથે શયન કર્યું હતું..”
“એનો દેખાવનો પ્રેમ હોઈ શકે... સ્ત્રીઓનાં મનમાં બીજું કોઈ વસ્યું હોય અને બહારથી એ ત્રીજા સાથે પ્રેમ કરતી હોય!”
તારી વાત સાચી છે, એ વહાણના ચીની વેપારી સુવદન સાથે પ્રેમસંબંધથી જોડાઈ ગઈ હતી. પરંતુ એ શાથી એની સાથે જોડાઈ, એ મને સમજાતું નથી. સુવદન મારા કરતાં વધારે રૂપવાન ન હતો કે ધનવાન ન હતો.
ધરણ, દેવીએ-વ્યંતરીએ તને વીંધી નાખ્યો, એટલે લક્ષ્મીએ માની લીધું કે તું મરી ગયો છે. પછી એ રૂપ કે રૂપિયા જોતી નથી. એની વાસનાને સંતોષે એવો પુરુષ જ જોઈએ એને!”
મિત્ર, લક્ષ્મીને મેં પતિપરાયણ સ્ત્રી માની હતી. એણે અનેક વાર કહ્યું હતું મને કે જ્યારે આપ નહીં હો ત્યારે હું કાં તો સતી થઈ જઈશ, કાં સંન્યાસીની બની જઈશ... પરંતુ આ જન્મમાં બીજા પુરુષનો સંગ તો નહીં જ કરું.”
ધરણ, તેં એની વાત માની લીધી હતી ને? ના માની લેવાય આ બધી વાતો. ધરણ, માણસ બોલે કંઈ અને ચાલે કંઈ. બોલેલાં વચન પાળનારા પુરુષો લાખમાં કોઈ એક હોય.. ખેર, જે બનવાકાળ હોય છે તે બને છે. હવે તું લક્ષ્મીને ભૂલી જા. કારણ કે આ બધા વિચારો “આર્તધ્યાન' કહેવાય. આર્તધ્યાન કરવાથી પાપકર્મોનો આશ્રવ થાય છે. એટલે કે આત્મા સાથે પાપકર્મો બંધાય છે.
સાચી વાત તો એ છે કે આ ગૃહસ્થાશ્રમ જ એવો છે કે જેમાં સ્વજનપરિજનોના સંયોગ-વિયોગ થયા જ કરે છે, તેના કારણે રાગ-દ્વેષ થયા કરે છેય રાગ-દ્વેષથી પાપકર્મ બંધાય છે.
ખરેખર, જ્ઞાની પુરુષો કોઈ પણ જડ-ચેતન પદાર્થ પર મોહ કરવાની ના પાડે છે. જે મનુષ્યો મોહથી બંધાય છે, તેઓ પરિણામે દુઃખી થાય છે.'
મિત્ર, તારી વાત સમજાય છે મને. ગૃહવાસમાં મનુષ્યને ઘણાં પાપ કરવાં પડે છે.... અજ્ઞાનતાથી ઘણાં પાપ થતાં હોય છે...”
ધરણ, લક્ષ્મીએ તારી સાથે વિશ્વાસઘાત કર્યો, તારા દુઃખમાં એ નિમિત્ત બની,
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only