________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તું અહીં એકલી નથી, માતાજી છે, પિતાજી છે. એમની સેવા કરજે ને આનંદથી રહેજે.' “ના, હું તમારી સાથે જ આવીશ.'
તારે નથી આવવાનું અમારી સાથે... અહીં જ રહેવાનું છે. મારી સાથે આવવાનું કોઈ પ્રયોજન? અહીં પણ મારું કોઈ પ્રયોજન નથી. તો પરદેશમાં તારું શું કામ
છે?
ધનશ્રી એ નાટક શરૂ કર્યું. તે રોવા માંડી. પોક મૂકીને રોવા માંડી. રોતાં રોતાં બોલવા લાગી : “ભલે, તમારે મને અહીં મૂકીને જવું હોય તો જજો... તમારા વિયોગમાં ઝૂરી ઝૂરીને મારા પ્રાણોનો ત્યાગ કરીશ..”
શ્રીદેવીએ ધનશ્રીના રુદનનો અવાજ સાંભળ્યો. તે તુરત જ કુમારના ખંડમાં આવી. માતાને આવેલી જોઈ, કુમાર ઊભો થઈ ગયો અને ધનથી ખંડની બહાર ચાલી ગઈ.... શ્રીદેવી ધનશ્રીને બહાર જતી જોતી રહી. તેણે નિસાસો નાખ્યો. પછી તેણે કુમાર સામે જોયું. કુમાર માતાનાં ચરણોમાં બેસી ગયો.
વત્સ, હવે તારા પ્રયાણનો દિવસ નજીક આવ્યો.. તું પરદેશ જવાનો.. પહેલી જ વાર તું પરદેશ જાય છે પુત્ર, માટે તેને કેટલીક ઉપયોગી વાતો કહેવી છે. એ કહેવા માટે જ અત્યારે આવી છું.”
કહો, માતાજી, આપની એક-એક વાત હું મારા હૃદયમાં રત્નની જેમ સાચવી રાખીશ.”
વત્સ, તું ધનપ્રાપ્તિ કરવા જાય છે. ધનપ્રાપ્તિનો માર્ગ ઘણો જ જોશવાળો હોય છે... છતાં તારે કંટાળવું નહીં. પુરુષાર્થ કરતો જ રહેજે. બીજી વાત છે અપ્રમાદની. પ્રમાદ ના કરીશ. જાગ્રત, સાવધાન રહેજે.... અને ત્રીજી વાત છે ક્ષમા અને નમ્રતાની. વત્સ, તું ગુણવાન છે જ, પરંતુ આ બે ગુણ વિદેશયાત્રામાં અતિ ઉપયોગી બનશે. અને છેલ્લી વાત મારે તને એ કહેવી છે કે ધનશ્રીને તું તારી સાથે લઈ જા.” “માતાજી, ઘનશ્રી અહીં જ રહેશે. આપની સેવા કરશે.'
“વત્સ, હું તને કેવી રીતે સમજાવું? યુવાન પત્ની, એના પતિ સાથે રહે, એમાં જ એનું હિત સમાયેલું છે.” “પરંતુ મારું મન માનતું નથી, અને સાથે લઈ જવા માટે....'
પુત્ર, મનને મનાવી લે...” “માતાજી, આ પરદેશયાત્રા છે. પરદેશયાત્રામાં સ્ત્રી બંધનરૂપ બની જાય. મારે એનું ધ્યાન રાખવું કે વેપારમાં ધ્યાન રાખવું?” શ્રી સમરાદિત્ય મહાકથા
પ3
For Private And Personal Use Only