________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવી રીતે? ‘તારે પણ અમારી સાથે પરદેશ આવવાનું!”
ધનશ્રી વિચારમાં પડી ગઈ. તેણે આસુ લૂછી નાંખ્યાં. નંદક સામે જોઈને તે બોલી : “મને કુમારે પરદેશ સાથે આવવા માટે કહ્યું નથી...'
ભલે ના કહ્યું. તારે એને કહેવાનું કે “મારે સાથે આવવું છે!' “નંદક, પરદેશમાં જ્યાં જઈશું ત્યાં એ સાથે રહેશે. આપણે યથેચ્છ વિનોદ નહીં કરી શકીએ, યથેચ્છ ભોગસુખ નહીં માણી શકીએ.”
તું ભવિષ્યની આવી બધી કલ્પનાઓ ના કર.. ભાગ્ય પર વિશ્વાસ રાખ.” ભલે, હું સાથે આવીશ, કુમારને ગમે તે રીતે સમજાવીને પણ હું સાથે આવીશ.”
ધનકુમારે પરદેશયાત્રાની તૈયારીઓનું કામ નંદકને સોંપ્યું હતું. નંદક એ કામોમાં વ્યસ્ત થયો. ધનકુમાર પણ વેપાર અંગેનું માર્ગદર્શન લેવા વૈશ્રમણની પાસે કલાકો સુધી બેસવા લાગ્યો.
મોટા ભાગે એ ઘનશ્રીને મળતો જ ન હતો.
ધનશ્રીએ અવસર સાધ્યો. સાંધ્ય ભોજનથી નિવૃત્ત થઈને ધનકુમાર રોજના કાર્યક્રમ મુજબ હવેલીની પાછળના ઉદ્યાનમાં આંટા-ફેરા મારતો, પછી પોતાના ખંડમાં ચાલ્યો જતો. ધનશ્રી ધનકુમારની પાછળ જ ખંડમાં પ્રવેશી ગઈ. ધનકુમારે એને જોઈ, પણ એને કોઈ મહત્ત્વ ના આપ્યું. આંખો બંધ કરીને તે પલંગમાં આડો પડયો. ધનશ્રી પલંગની પાસે જ જમીન પર બેસી ગઈ. એણે ધાર્યું જ હતું કે ધનકુમાર એની સાથે બોલશે નહીં. એટલે વાતનો પ્રારંભ પોતે જ કર્યો.
સ્વામીનાથ...” “હં..” આપ પરદેશ જવાના છો, એવું મેં સાંભળ્યું છે.' “સાચી વાત છે.” પાછા આવતાં કેટલો સમય લાગશે?” કંઈ નક્કી નથી. ગમે તેટલાં વર્ષો પસાર થઈ જાય.' તો તો હું આપની સાથે આવીશ...” શા માટે?” આટલો દીર્ધકાળ આપના વિના હું એકલી ના રહી શકું.”
30
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only