________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારે ચારે બાજુનું ધ્યાન રાખવું પડશે. તું મારી વાત માન અને ધનશ્રીને સાથે લઈ જા.”
આપની આજ્ઞા છે તો સાથે લઈ જઈશ...”
ખંડના દ્વારની પાછળ ઊભી ઊભી ઘનશ્રી માતા-પુત્રની વાર્તાલાપ સાંભળી રહી હતી. તેને પરદેશ જવાની અનુમતિ મળી ગઈ, જાણીને તે હર્ષવિભોર થઈ ગઈ... તે દબાતે પગલે દોડીને તેના શયનખંડમાં ભરાઈ ગઈ.
બહુ સારું થઈ ગયું. માતાજીએ જ આજ્ઞા કરી દીધી! એટલે મારું કામ થઈ ગયું. નહીંતર નંદક વિના હું ઝૂરી ઝૂરીને મરી જાત.. અથવા તો મારે પિતૃગૃહે ચાલ્યા જવું પડત... પરંતુ મારું ભાગ્ય હજુ જાગતું છે... પરદેશયાત્રામાં, એમાંય સાથે સાથે જવામાં તો નંદકનું મોઢું જ જોવા મળવાનું છે. એ સિવાય કંઈ જ નહીં.. ખેર, એને જોઈને તો આનંદ થશે! બાકી, કુમાર પ્રત્યે હવે મને શારીરિક સુખનું પણ આકર્ષણ રહ્યું નથી. એના પ્રત્યે મારા હૃદયમાં કોઈ અનુરાગ રહ્યો નથી.... એની સામે જોવાની ઇચ્છા પણ જાગતી નથી... છતાં મારે જો નંદક સાથેનું સુખ જોઈતું હશે તો.. મારે કુમાર સાથે ઓછું-વતું પ્રેમનું નાટક તો કરવું જ પડશે. નહીંતર બધી વાત બગડી જશે...” ધનશ્રી વિચારોમાં લીન હતી... અને શ્રીદેવીએ એના ખંડમાં પ્રવેશ કરીને કહ્યું :
બેટી, તારે પણ કુમારની સાથે પરદેશ જવાનું છે. મેં કુમારને સમજાવી દીધો છે, માટે તું તારી તૈયારી કરી લેજે.'
“માતાજી, મારી તીવ્ર ઈચ્છા આર્યપુત્ર સાથે જવાની હતી. એમના વિના દીર્ધકાળ હું જીવી ન શકું..” આંસુનું નાટક!
બેટી, હું જાણું છું. પતિના વિરહમાં યૌવનનો કાળ પસાર કરવો એ ધગધગતા અંગારા ઉપર ચાલવા જેવું છે માટે જ, કુમારની ઇચ્છા ના હોવા છતાં મેં એને સમજાવીને હા પડાવી.'
આપે મારા પર મહાન ઉપકાર કર્યો, માતાજી...'
ધનશ્રી, તું પરદેશ સાથે જ જાય છે, તો તું મારી કેટલીક વાતો માનજે અને એ રીતે અનુસરજે.”
જ પતિ ઊઠે એ પહેલાં ઊઠી જજે પ્રભાતે. જ પતિને ભોજન કરાવીને પછી ભોજન કરજે.
પરદેશની વાટ છે, તકલીફો આવવાની, તેની ફરિયાદો કરીશ નહીં. એ હસતા મુખે તકલીફો સહન કરજે,
ભાગ-૨ # ભવ ચોથો
પ૩૩
For Private And Personal Use Only