________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભોજનવેળાએ કુમારને ચિંતા થાય, તેવી વાતો કરીશ નહીં. કોણ શત્રુ છે, કોણ મિત્ર છે - એનો ભેદ કરતાં શીખજે.
શણગાર સજીને ઘરની બહાર નીકળીશ નહીં. ક અજાણ્યા પુરુષો સાથે દષ્ટિ મેળવીશ નહીં.
નોકરો સાથે વધુ છૂટછાટ લઈશ નહીં. જ નોકરોને પેટ ભરીને ભોજન આપજે.
નોકરો પ્રત્યે વાત્સલ્યભાવ રાખજે. - કુમારની તે તે કાળે જે આવશ્યકતાઓ હોય, તેનો ખ્યાલ રાખજે.
રાત્રે સૂતાં પહેલાં કુમારના ચિત્તને આનંદિત કરજે. તને વધારે શું કહું? તું સ્વયં બુદ્ધિમાન છે. તમે જાઓ છો દૂર પ્રદેશમાં.... શી ખબર પુનઃ ક્યારે તમારું મિલન થશે...? છતાં કહું છું કે ધન ઓછુંવત્તું કમાઓ, ચિંતા ના કરશો. જલ્દી જલ્દી ઘેર આવી જજો. તમારાં બે વિના, અમારા બેનું જીવન કેવું નીરસ બની જશે? હું તો કલ્પના કરું છું. ને મારું હૃદય ફફડી ઊઠે છે.
પ્રિયજનોનો વિરહ સહન કરવો ઘણો આકરો છે.. એમાંયે કુમાર તો મારો બીજો પ્રાણ છે. શ્રીદેવી રડી પડી. ત્યાં જ ધનકુમારે પ્રવેશ કર્યો....
મા, તું રડે છે? શું હું પાછો નહીં આવું ત્યાં સુધી રડયા કરીશ?' “વત્સ, શું કરું? માતૃહૃદય જ આવું હોય છે. એમાંય તું તો.. ઘણી ઘણી દેવપૂજા કર્યા પછી મળેલો છે. તારા માટે મેં શું શું નથી કર્યું બેટા?'
વત્સ, પ્રયાણ પૂર્વે, નગરની બહાર જે ધનદેવ યક્ષરાજનું મંદિર છે, ત્યાં જઈને યક્ષરાજની ભાવપૂર્વક પૂજા કરી આવજે. તમે બંને જજો, પુત્ર, એ યક્ષરાજની પરમકૃપાનું ફળ તું છે! જ્યારે હું અને તારા પિતા.... નિરાશ થઈ ગયાં હતાં. પુત્રપ્રાપ્તિની આશા ક્ષીણ થઈ ગઈ હતી... ત્યારે આ યક્ષરાજના શરણે અમે ગયાં હતાં. એમની પૂજા કરી હતી, માનતા માની હતી... ત્યારે તું મારા ઉદરમાં અવતર્યો હતો. વત્સ, એ યક્ષરાજને તું તારા ચિત્તમાં રાખજે. પરદેશમાં જ્યારે પણ તને કોઈ સંકટ આવે, આપત્તિ આવે... ત્યારે તું આ યક્ષરાજને યાદ કરજે. તારા યોગક્ષેમની ચિંતા અમે તેમને સોંપી છે...”
અવશ્ય, માતાજી! હું યક્ષરાજની મહાપૂજા કરી આવીશ.”
:
શ્રી સમરાદિત્ય મહાકથા
133
For Private And Personal Use Only