________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૫
શુભ દિવસે અને શુભ મુહૂર્તે ધનકુમારે, ધનશ્રી, નંદક અને વિશાળ સાથે સાથે સુશર્મનગરથી પ્રયાણ કરી દીધું. નગરના સીમાડા સુધી વૈશ્રમણ, શ્રીદેવી, પૂર્ણભદ્ર, ગોમતી... વગેરે વિદાય આપવા ગયાં. વિદાય આપીને પાછાં વળ્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીદેવી અને વૈશ્રમણ હવેલીમાં પાછાં આવ્યાં... હવેલી સૂનીસૂની લાગી. વૈશ્રમણના મુખ ઉપર ઉદાસી તરી આવી હતી. શ્રીદેવીની આંખો ભીની થઈ ગઈ હતી.
‘હે નાથ, આપણે છતે પુત્ર પુત્ર વિનાનાં થઈ ગયાં...'
‘દેવી, એવું ના માનો. એમ માનો કે પુત્ર આપણી પાસે જ છે! એની પરદેશયાત્રા નિર્વિઘ્ન રહે, એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. બાકી, આ તો સંસારનો ક્રમ છે. સ્વજન-રાગ જ મનુષ્યને દુઃખી કરે છે! હવે હું તો મારા વ્યવસાયમાં વ્યસ્ત થઈ જઈશ એટલે પુત્રવિરહનું દુઃખ મને બહુ નહીં સતાવે. તમે પરમાત્મભક્તિમાં અને પરોપકારનાં કાર્યોમાં તમારા ચિત્તને જોડો... આ બધાં મનનાં તરંગો છે... મનને બીજા વિષયમાં જોડી દેવાથી મન પ્રસન્ન રહેશે.’
'આપની વાત સાવ સાચી છે. હું હવે વિશેષરૂપે પરમાત્માની ભક્તિ કરીશ. દિવસનો વધુ સમય ભક્તિભાવમાં પસાર કરીશ... રાત્રે તો આપનું સાન્નિધ્ય છે
જ...
‘અને તમે કહેશો ત્યારે દિવસે પણ હું ઘેર જ રહીશ... તમે જાણો છો દેવી, કે આપણો વેપાર આપણા માણસો જ સંભાળે છે....
ધનકુમા૨નો સાર્થ ચાલતો રહ્યો, માર્ગમાં એને ક્યાંય પણ વિઘ્ન ના આવ્યું, ના કોઈ આપત્તિ આવી... ન કોઈનું મૃત્યુ થયું. ધનશ્રીએ પણ કુમાર સાથે સારો વ્યવહાર રાખ્યો. નંદકે ધનશ્રીને ચેતવણી આપી જ દીધી હતી : ‘મારાથી દૂર રહેજે. જો ભૂલેચૂકે પણ સાર્થના માણસોની નજરે ચઢી ગયાં... તો મોટો અપયશ થશે...' ધનશ્રી સમજી ગઈ હતી.
૫૩૪
બે મહિને સાર્થ તામ્રલિપ્તી નગરીએ પહોંચ્યો. ધનકુમાર નંદકની સાથે, ભેટલું લઈને રાજસભામાં ગયો. મહારાજા પ્રસેનજિતને પ્રણામ કરી પોતાનો પરિચય આપ્યો અને તામ્રલિપ્તીમાં આવવાનું પ્રયોજન બતાવ્યું. મહારાજાને ઉત્તમ રત્નોનું ભેટલું આપ્યું. મહારાજાએ કહ્યું : 'હે સાર્થવાહપુત્ર, તું મારા રાજ્યમાં સારી રીતે વેપાર કરી શકે છે. વેચવાનું વેચી શકે છે, લેવાનું લઈ શકે છે.'
ધનકુમારે તામ્રલિપ્તીનું સારું ઘર લીધું. બજારમાં દુકાન ખરીદી લીધી, એવી
ભાગ-૨ * ભવ ચોથો
For Private And Personal Use Only