________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીતે સાર્થમાં આવેલા લોકો પોતપોતાની રીતે ત્યાં ગોઠવાઈ ગયા. ધનકુમારનું કર્તવ્ય તાપ્રલિપ્તી સુધી સહુને પહોંચાડવાનું હતું, પાછા પહોંચાડવાનું નહીં.
ધનકુમારે, સુશર્મનગરથી પ૦૦ બળદગાડાં ભરીને અને પોઠોમાં લાવેલો માલ વેચવા માંડ્યો. માલ માત્ર બે મહિનામાં વેચાઈ ગયો... પરંતુ જેટલો નફો જોઈએ તેટલો ના થયો. અલબત્ત, નદૂકની દૃષ્ટિએ ઘણો સારો નફો થયો હતો. ધનશ્રી પણ કહેતી હતી. “આટલો બધો નફો સુશર્મનગરમાં ના થઈ શકે. પરંતુ ધનકુમારે તો પોતાના ઘરમાં કરોડોની સંપત્તિ જોઈ હતી ને! એટલે, કરોડ-બે કરોડ સોનૈયા એને ઘણા ના લાગે! એને તો દસ-વીસ કરોડ કમાવા હતા. એ કુબેર ભંડારી જેવા વૈશ્રમણાનો પુત્ર હતો ને! એની અપેક્ષા ઘણી મોટી હતી. કારણ કે એને છૂટે હાથે દાન આપીને દીન-અનાથ જનોનો ઉદ્ધાર કરવો હતો. વૈશ્રમણ કરતાં પણ ઘણું વધારે દાન આપવું હતું!
ધનકુમારે સર્વપ્રથમ નંદકને પૂછ્યું : “મિત્ર, મારી ઈચ્છા હજુ પણ ઘણું ધન કમાવવાની છે. આ સમુદ્રકિનારો છે. હું પ્રતિદિન સમુદ્રકિનારે જાઉં છું.... દેશવિદેશનાં ઘણાં વહાણો અહીં આવે છે ને જાય છે. આપણે સમુદ્રપારના દેશોમાં જઈને વેપાર કરીએ તો ધારણા કરતાંય વધારે ધન કમાઈ શકીએ... ફહે મિત્ર, તારી શું ઈચ્છા છે?'
કુમાર, મારી કોઈ સ્વતંત્ર ઇચ્છા જ નથી. જે તારી ઇચ્છા, તે મારી ઇચ્છા ક્યારેક વિચાર આવે છે તો તારા પિતાજીનો અને માતાજીનો વિચાર આવે છે. આપણે જેટલા વહેલા આપણા નગરે પહોંચીએ... તેઓ રાજી થાય...”
નંદક, હજુ તો ઘર છોડે ચાર મહિના થયા છે! માતા-પિતા જાણે છે કે પરદેશમાં એક-બે વર્ષ તો લાગે જ
“તો પછી આપણે સમુદ્રપારના દેશોમાં જવાની તૈયારીઓ કરવી પડશે. બળદગાડીઓ વેચી નાખવી પડશે, પોઠો પણ વેચી નાખવી પડશે... સૈનિકોના અશ્વો પણ વેચી નાખવા પડશે. સૈનિકોને તો સાથે રાખવા જ પડશે.'
“નંદક, જે વેચવાનું છે તે વેચી નાખીએ. અને જે માલ અહીંથી લેવાનો છે તે ખરીદી લઈએ. એક મોટું વહાણ ખરીદી લઈએ... મેં સમુદ્રકિનારે ત્રણ-ચાર મોટાં ને મજબૂત વહાણો જોયાં છે...'
તો પછી કામ શરૂ કરીએ?' નંદકે પૂછ્યું. ધનકુમારે કંઈક વિચારીને કહ્યું : નંદક, આપણે ધનશ્રીને પણ પૂછી લઈએ, દરિયાપારના દેશોમાં આવવાની એની ઈચ્છા છે કે કેમ – એ જાણી લેવું જોઈએ. જેથી એનું મન પણ પ્રસન્ન રહે.”
ધનશ્રીને ધનકુમારે પૂછયું, ધનશ્રીએ કહ્યું : “આપને જે પ્રિય હોય તે કરો. હું એમાં રાજી જ છું...!”
શ્રી સમરાદિત્ય મહાકથા
પ૩પ
For Private And Personal Use Only