________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણ પોતાની હવેલીમાં ગયો. સ્નાન, ભોજનાદિ કરીને, તેણે મધ્યાહુનકાળે વિશ્રામ કર્યો. તે ખૂબ થાકી ગયો હતો. સાંજે જ્યારે એ જાગ્યો ત્યારે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. તેણે પિતા બંધુદત્ત સાથે ભોજન કરી લીધું અને રથમાં બેસી, એ દેવનંદીની પાસે ગય.
દેવનંદીએ ધરણાનો સત્કાર કર્યો. બંને મિત્રો મંત્રણાખંડમાં જઈને બેઠા.
ધરણે કહ્યું : “દેવનંદી, આપણી ઈચ્છા મુજબ યુદ્ધ ટળી ગયું. કોશલપુરના રાજાએ મૈત્રીનો હાથ લંબાવ્યો. આપણે મૈત્રીનો પ્રતિભાવ આપ્યો. તે પછી સિદ્ધેશ્વર વગેરે ચારે મંત્રીઓને મળી આવ્યો. મારી ઈચ્છા એ ચારેને મુક્ત કરી દેવાની છે. મહારાજાએ અનુમતિ આપી દીધી છે. ત્યારે મંત્રીઓને તેમના દુષ્કાયનો પશ્ચાત્તાપ થઈ રહ્યો છે. સિદ્ધેશ્વર તો સંન્યાસી બનવાની વાત કરે છે.'
ધરણ, બને છે આવું. આવા લોકોનું પરિવર્તન થતાં વાર નથી લાગતી. પાપોનો પશ્ચાત્તાપ થયા પછી ચિત્ત નિર્મળ બને છે. નિર્મળ ચિત્તમાં શુભ ભાવો પ્રગટે છે.'
એ પ્રગટેલા શુભ ભાવો સ્થિર રહેવા જોઈએ ને? એમને ત્રણ દિવસનો સમય આપ્યો છે. હું ફરીથી એમને મળીશ. તેમની સજા હળવી કરી દીધી છે. કોરડા મારવા બંધ કરાવ્યા છે... હવે એ લોકો શું વિચારે છે, તે મહત્ત્વનું છે.”
‘મિત્ર, કારાવાસમાંથી છૂટવા માટે, તેઓ બધું જ કબૂલ કરશે. તારી બધી શરતો માનશે.. ખરેખર તો મુક્ત થયા પછી, એમના પર વિશેષ ધ્યાન આપવું પડશે. બહારનાં પરિબળો એમના પર કેવી અસર કરે છે, એ જોવાનું છે.”
તારી વાત સાચી છે. પરંતુ દેવનંદી, મારા મનમાં ઊંડે ઊંડે આ બધું જરાય ગમતું નથી. મને મનમાં થાય છે કે આ બધામાંથી હું શીઘ મુક્ત થઈ જાઉં... અને દૂર દૂર ક્યાંક ચાલ્યો જાઉં... આ મંત્રીઓને મુક્ત કરી, મારાં કર્તવ્યો પૂરાં કરી દઉં..
દેવનંદી, આ કાર્ય પૂરું થશે એટલે માતા-પિતા અને મહારાજા લગ્નની વાત કાઢશે... લગ્ન કરવા દબાણ કરશે. હું લગ્ન કરવા ઈચ્છતો નથી. લગ્નની વાત સામે આવે છે, ને લક્ષ્મીની સ્મૃતિ તાજી થાય છે. અને એ સ્મૃતિ મને મારા હૃદયને આરપાર વીંધી નાખે છે.
હું ઘરમાં રહીશ, લગ્ન નહીં કરું એટલે મારાં માતા-પિતાને રોજ દુ:ખ થવાનું. કારણ કે તેઓ મને સુખી કરવા ઈચ્છે છે. તેઓ માને છે કે હું લગ્ન કરીને સુખી થઈશ. આવું, દુનિયાના મોટા ભાગનાં માતા-પિતા માનતાં હોય છે. મારા માતાપિતા જાણે છે કે મારા માનસિક ઘોર દુઃખમાં લક્ષ્મી નિમિત્ત બની છે. છતાં તેઓ લગ્નજીવનની નિરર્થકતા નથી સમજી શકતાં.
આનું કારણ પુત્રમોહ છે. મને સુખી કરવાની જ ઈચ્છા છે. એટલે એમનાં પ્રત્યે મારાં મનમાં કોઈ અભાવ નથી જાગ્યો, તેઓ પૂજ્ય છે, ઉપકારી છે, ગુણવાન છે... એટલે મારા શ્રી સમરાદિત્ય મહાકથા
૯૪૭
For Private And Personal Use Only