________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર કરતું નથી... ઉદ્ઘોષક સંનિકો નગરની બહાર ગયા. બગીચાઓમાં ઘોષણા કરી. દેવમંદિરોની પાસે ઘોષણા કરી... સભાસ્થાનોમાં ઘોષણા કરી. છતાં કોઈ એવો પુરુષ ના મળ્યો કે જે કુમારને બચાવી શકે, નાગનું ઝેર ઉતારી શકે. - સૈનિકો એ વિચાર્યું કે - “પેલા પરદેશીનો સ્મશાનમાં વધ થવાનો હોઈ, નગરના ઘણા લોકો ત્યાં ગયા છે માટે ત્યાં જઈને પણ ઘોષણા કરીએ.'
સ્મશાનમાં ઘોષણા કરવામાં આવી. પ્રજાજનોએ સાંભળી, ચંડાળે સાંભળી, ધનકુમારે પણ સાંભળી.
ધનકુમારે ચંડાળને કહ્યું : “હે ભદ્ર, તું મારું પ્રિય કરવા ઇચ્છે છે ને? તારો આગ્રહ છે ને? તો મને રાજકુમાર પાસે લઈ જા. હું રાજકુમારને ચઢેલું નાગનું ઝર ઉતારી નાખીશ.... કુમારને સજીવન કરીશ.. બસ, મને મૃત્યુ પૂર્વે, આ એક પરોપકાર કરવાની તક આપ.”
અરે આય! શું તું નાગનું ઝેર ઉતારી શકે છે? ઓહો... મહારાજાના પુત્રને તું જીવતો કરીશ... પછી મહારાજા તારો વધ કરાવશે ખરા? ના, ના, અમારા મહારાજા ગુણોના પક્ષપાતી છે. ગુણવાનોની પ્રશંસા કરનારા છે. ઉપકારીના ઉપકારોનો બદલો વાળનારા છે. માટે હવે તારો વધ નહીં થાય. તું જીવી જવાનો!”
ચંડાળ ઉદ્દઘોષક સૈનિકોને બોલાવીને કહ્યું : “આ પરદેશી વધ્યપુરુષ ઘોષણાનો સ્વીકાર કરે છે તે રાજકુમારને સજીવન કરશે...” ઉદ્ઘોષકે ધનકુમારને પૂછ્યું : “આ ચંડાળ કહે છે તે વાત સાચી છે શું?”
સાચી વાત છે. મને ત્યાં લઈ જાઓ. કાર્ય સિદ્ધ થશે એટલે તમને સત્ય સમજાશે! જોકે રાજકુમારની ચેતના હણાઈ ગઈ છે એટલે ઉપાય કરવાનો વિશેષ અર્થ નથી. છતાં ઉપાય કરવો એ આપણું કર્તવ્ય છે.”
ધનકુમારનાં વિનમ્ર, મધુર અને વિવેકપૂર્ણ વચનો સાંભળી રાજપુરુષો પ્રભાવિત થયા. તેમને વિશ્વાસ બેસી ગયો... “અવશ્ય આ યુવાન રાજકુમારને સજીવન કરશે.'
રાજપુરુષો ધનકુમારને લઈને ઉદ્યાનમાં આવ્યા.
રાજપુરુષોએ મહારાજાને કહ્યું : “મહારાજા, જેનો વધ કરવાની આપે આજ્ઞા આપી હતી, તે આ પરદેશી છે. તે કહે છે કે તેણે સર્પના ઝેર ઉતારનારો મંત્ર સિદ્ધ કરેલો છે. તે રાજકુમારને સજીવન કરશે...'
મહારાજાએ ધનકુમાર સામે જોયું. એની શાન્ત-પ્રશાંત અને સુંદર મુખાકૃતિ જોઈ વિચાર્યું : “આ યુવાનની આકૃતિ જ એના ગુણો પ્રગટ કરે છે. આવો સપુરુષ પદ્રવ્યની ચોરી કરે ખરા? ના, ના, અત્યારે એ વિચાર કરવાનો અવસર નથી. પછી એનો વિચાર કરીશ. જો ઝેર ઉતારવામાં વિલંબ થશે તો કુમારના પ્રાણ સંકટમાં મુકાઈ જશે...'
૫૭૨
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only