________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાની આંખો આંસુથી ભરપૂર હતી... તેમણે ધનકુમારને ગદ્ગદ સ્વરે કહ્યું : હે ભદ્ર, તું મારા પુત્રને સજીવન કર. હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું...”
ધનકુમારે કહ્યું : “મહારાજા, આપ ચિંતા છોડી દો. ભગવાન ગરુડ-મંત્રનો અચિંત્ય પ્રભાવ જુઓ..”
ધનકુમાર રાજ કુમારની પાસે પદ્માસને બેસી ગયો. તેણે ચારે બાજુ ઊભેલા લોકોને એક બાજુ દૂર જઈને બેસવા કહ્યું. પછી તેણે મંત્રનું સ્મરણ કરવા માંડ્યું... એક ક્ષણ, બે ક્ષણ. અને ત્રીજી ક્ષણે. વૃક્ષોની ઘટામાંથી નીકળીને નાગ ત્યાં આવ્યો. જ્યાં એણે ડંખ માર્યો હતો... ત્યાંથી એણે ઝેર ચૂસી લીધું... અને પાછો જતો રહ્યો.. કુમારે આંખો ખોલી.. બેઠો થઈ ગયો. મહારાજા પુત્રને ભેટી પડ્યા... સહુની આંખોમાં હર્ષના આંસુ ઊભરાયાં. ધનકુમાર ત્યાં જ બેઠેલો હતો. રાજાએ પોતાનો સોનાનો કંદોરો ધનકુમારના ખોળામાં નાખ્યો. ત્યાં ઉપસ્થિત રાણીઓએ મૂલ્યવાન અલંકારોથી ધનકુમારનો ખોળો ભરી દીધો.
ધનકુમારે પૂછયું : “મહારાજા, આ શું? મારે આ દ્રવ્યની જરૂર નથી... મને પરોપકાર કરવાનો અવસર મળી ગયો, એ જ મારે મન ઘણું છે.'
મહારાજાએ કહ્યું : “યુવાન, તું કહે, તારું શું પ્રિય કરીએ?”
મહારાજા, જો આપ ખરેખર મારું પ્રિય કરવા ઇચ્છતા હો તો ચંડાળ લોહિતમુખ, કે જેને આપે વધ કરવા નિયુક્ત કર્યો છે, તેનો મનોરથ પૂર્ણ કરો. સાચે જ એ સજ્જન પુરુષ છે.”
મહારાજાની ધનકુમારની પરોપકારપરાયણતા જોઈ દિંગ થઈ ગયા. “કેટલી મહાનતા છે આ પરદેશીની! કેવું વિશુદ્ધ સત્ત્વ છે એનું? આવો પુરુષ ક્યારેય અયોગ્ય, અનુચિત આચરણ ના જ કરે. હું આનો પરિચય પ્રાપ્ત કરું... એ પૂર્વ એના શરીર પરથી મેશ દૂર કરાવું... સ્નાન કરાવી સુંદર વસ્ત્ર આપું. ભોજન કરાવું... પછી બીજી બધી વાત કરીશ.” મહારાજાએ મંત્રીને આજ્ઞા કરી :
સર્વપ્રથમ તમે આ ઉપકારી પરદેશી યુવાનને સ્નાનાદિ કરાવો, સુંદર વસ્ત્ર આપો, ભોજન કરાવો.. અને વિશ્રામ આપો. ત્યાર બાદ તમે લોહિતમુખ કસાઈને બોલાવજો. આ ઉપકારી પુરુષની ઇચ્છા મુજબ બધું કાર્ય થશે.”
મહારાજા, રાણીઓ, રાજકુમારો વગેરે રથોમાં બેસી રાજમહેલ તરફ ગયા. મંત્રી ધનકુમારને લઈ પોતાના નિવાસમાં ગયો. તેને સ્નાન કરાવી બધી જ મેશ દૂર કરાવી. સુંદર વસ્ત્ર આપ્યાં. ભોજન કરાવ્યું, અને કહ્યું : “હે મહાપુરુષ, મને ક્ષમા કરજો. મેં તમને ઘણા કષ્ટમાં નાખ્યા... આપ તો સાક્ષાત્ ભગવાન છો..ચેતનાહીન થઈ ગયેલા રાજ કુમારને આપે સજીવન કરી દીધો! હે ઉપકારી, હવે તમે વિશ્રામ કરેં. એક પ્રહર પછી આપને જગાડીશ, પછી આપણે રાજમહેલમાં જઈશું, ત્યાં લોહિતમુખ કસાઈને પણ બોલાવીશું.' શ્રી સમરાદિત્ય મહાકથા
પછ3
For Private And Personal Use Only