________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાત્રિના સમયે ભોજન ના કરવું. બસ, આ છ વાતોનું પાલન કરે એટલે ધર્મ કર્યો કહેવાય!'
કોટવાલ બોલ્યો : “મહાત્મન્, આ ધર્મ તો ઘણો ઊંચો છે. સાધુધર્મ છે, એનું પાલન કરવાની મારી શક્તિ નથી. મને આપ કૃપા કરીને ગૃહસ્થ ધર્મ બતાવો.'
મુનીશ્વરે કોટવાલને પાંચ અણુવ્રત સમજાવ્યાં.
કોટવાલે કહ્યું : “ભગવંત, આ અણુવ્રતો તો હું પાળી શકીશ, પરંતુ એક વ્રત નહીં પાળી શકું! અહિંસાધર્મનું પાલન મારા માટે મુશ્કેલ છે. કારણ કે અમારી કુળપરંપરા વૈદિકધર્મની છે. વેદોમાં પશુવધ કરવાનું કહેલું છે. એટલે મારે પશુવધ તો કરવો પડશે...”
મુનીશ્વરે કહ્યું : “મહાનુભાવ, જો તું પશવધનો ત્યાગ નહીં કરે તો, આ તારી પાસે જે બે કૂકડા છે, આ બે જીવો જે સંસારમાં ઘોર દુઃખો ભોગવી રહ્યા છે, તે રીતે તું પણ અનેક જન્મો સુધી ભયંકર દુઃખો ભોગવતો રહીશ.'
કોટવાલે પૂછ્યું : “ભગવંત, આ બે કૂકડાના જીર્વાએ જીવહિંસા, જીવવધ કરેલો હતો? એ કરવાથી એમને કેવાં કેવાં દુઃખો ભોગવવાં પડ્યાં?'
મુનીશ્વરે કહ્યું : “આ બે કૂકડા, જ્યારે માતા-પુત્ર હતાં, પુત્ર રાજા હતો, માતા રાજમાતા હતી... ત્યારે લોટનો કૂકડો બનાવીને માતાએ પુત્ર પાસે અતિ આગ્રહ કરીને વધ કરાવેલો.. પછી એ લોટના કૂકડાના લોટમાં માંસની કલ્પના કરાવી, પુત્રને તે ખવડાવેલું. એનાં કેવાં માઠાં ફળ તેઓ ભોગવી રહ્યાં છે, તે બતાવું છું - તેઓ બંને મરીને -
૧. મોર અને કૂતરાનો ભવ પામ્યા. ૨. નોળિયો અને સાપનો ભવ પામ્યા. ૩. રોહિત મત્સ્ય અને શિશુમાર જલચરનો ભવ પામ્યા. ૪. બોકડા અને બકરીનો ભવ પામ્યા. ૫. બોકડા અને પાડાનો ભવ પામ્યા, અને છઠ્ઠો , આ બે કૂકડાનો ભવ પામ્યા છે.”
એક-એક ભવમાં કેવા-કેવાં ઘોર દુઃખ, ત્રાસ અને વેદનાઓ ભોગવી. તેનું આબેહૂબ વન મુનીશ્વરે કર્યું. કારણ કે તેઓ “શ્રુતકેવળી’ મુનીર હતા, સર્વજ્ઞ જેવા જ્ઞાની ગુરુદેવ હતા.
સાંભળીને કોટવાલ થીજી ગયો. તેનું હૃદય ભયથી કંપવા માંડયું. “મારે આવાં
શ્રી સમરાદિત્ય મહાકથા
૬૩૧
For Private And Personal Use Only