________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખોની પરંપરા આપનાર જીવવધ નથી કરવો,' મનોમન નિર્ણય કરી, તેણે ગુરુદેવને કહ્યું :
‘ભગવંત, મારે જીવવધ કરીને, ભીષણ ભવસંસારનાં ઘોર દુઃખ નથી ભોગવવાં. ભગવંત, મને પાંચ અણુવ્રતોનો ધર્મ આપો. હું દૃઢતાપૂર્વક એનું પાલન કરીશ...' ગુરુદેવે કોટવાલને સર્વપ્રથમ, સંસારસાગરમાં નાવસમાન શ્રી નવકારમંત્ર એને આપ્યો. ત્યાર પછી વિધિપૂર્વક પાંચ અણુવ્રતો આપ્યાં.
જ્યારે મુનિરાજ, કોટવાલને અમારા ભવભ્રમણનું સ્વરૂપ સંભળાવતા હતા, એ જ વખતે અમને બંનેને (મને અને મારી માતાના જીવને) ‘જાતિસ્મરણ જ્ઞાન’ પ્રગટ થઈ ગયું. અમે અમારી દારુણ ભવપરંપરા જોઈ... તીવ્ર વૈરાગ્ય થયો... અમે પણ પાંચ અણુવ્રત ગ્રહણ કર્યાં, અમે આનંદિત થયા.
* જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થવાથી,
*દૃઢ વૈરાગ્ય જાગ્રત થવાથી,
* અણુવ્રતોનો સ્વીકાર કરવાથી અને
* તીર્થંકર પરમાત્માનો ધર્મબોધ પામવાથી અમને ખુબ જ હર્ષ થયો, અમારી અશુભ કર્મોની પરંપરાના કારણભૂત કર્મોનો ક્ષય થવાથી અમે બંને કૂકડા નાચી ઊઠ્યા... અને કૂજન કરવા લાગ્યા... નાચવા લાગ્યા.
ઉદ્યાનના માધવીલતા-મંડપમાં બેઠેલા રાજાએ અમારો સ્વર સાંભળ્યો. રાજાએ રાણીને કહ્યું : 'દેવી, હું શબ્દવેધી તીર ચલાવી શકું છું! જો હમણાં કૂકડાનો શબ્દ સંભળાય છે ને? અહીં બેઠાં બેઠાં હું કૂકડાને વીંધી શકું છું.'
રાજાએ ધનુષ્ય પર તીર ચઢાવ્યું... આંખો બંધ કરી... અમારા શબ્દનું નિશાન લઈ તીર છોડ્યું... તીર સીધું માતા-કૂકડાના પેટમાં પેસી ગયું, તે મૃત્યુ પામ્યો. બીજું તીર આવ્યું, મને વાગ્યું, હું પણ ત્યાં જ મૃત્યુ પામ્યો!
મુનિરાજ જોઈ રહ્યા... કોટવાલ જોઇ રહ્યો......! ભારે પીડા એના હૃદયમાં ઉત્પન્ન થઈ. તેણે વિચાર્યું : ‘મહારાજાને જાણ નહીં હોય કે તેઓએ એમના જ પ્રિય કૂકડાઓનો શિકાર કરી નાખ્યો છે. અત્યારે તેઓ આનંદિત થયા હશે, પરંતુ જ્યારે નજરે આ મરેલા કૂકડાઓને જોશે, ત્યારે તેમના દુ:ખનો પાર નહીં રહે, ખરેખર, આ કૂકડાઓનો શિકાર કરીને, જીવવધ કરીને મહારાજાએ કેવું ઘોર પાપકર્મ બાંધ્યું હશે? એના દુઃખદાયી ફળ કેટલા જન્મો ભોગવવાં પડશે?'
શિકાર કરવા પૂર્વે, એ જ માધવીલતા-મંડપમાં રાજા-રાણીએ સંભોગસુખ માણ્યું હતું. રાણીના ગર્ભાશયમાં વીર્ય-બીજ પડી ગયું હતું. અમે બંને કૂકડાઓ મરીને એ
932
ભાગ-૨ ભવ ચોથો
For Private And Personal Use Only