________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ્યા. રાજાએ કોટવાલને કહ્યું : “કોટવાલ, હું જ્યાં જ્યાં જાઉં, ત્યાં આ બે કૂકડાને તારે સાથે લઈ આવવા.” કોટવાલે કહ્યું : “આપની આજ્ઞાનું પાલન કરીશ.'
જ્યાં જ્યાં રાજા જાય છે, ત્યાં ત્યાં કોટવાલ અમને બંનેને લઈ જાય છે. રાજાની આગળ અમે નાચતા... લડતા.. ગાતા... તેથી રાજા-રાણીનું મનોરંજન થતું. કોટવાલ અમને સારી રીતે સંભાળતો હતો. અમારા દિવસો સુખમાં પસાર થતાં હતાં.
એક દિવસ અમને બંનેને લઈ કોટવાલ “કુસુમાકર' નામના ઉદ્યાનમાં ગયો. કારણ કે રાજા-રાણી એ ઉદ્યાનમાં ગયાં હતાં.
પરંતુ રાજા-રાણી ઉદ્યાનમાં માધવીલતા-મંડપમાં બેઠાં હતાં, વાતોમાં લીન હતાં, તેથી કોટવાલ અમને બંનેને લઈને અશોક-વૃક્ષોની ઘટામાં લઈ ચાલ્યો.
પ્રભાતનો સમય હતો. સૂર્યનાં કિરણો વૃક્ષનાં પર્ણોમાંથી ચળાઈને જમીન પર પડતાં હતાં, નાચતાં હતાં. અમે આગળ ને આગળ ચાલ્યા જતાં હતાં. ત્યાં કોટવાલે... વિશુદ્ધ ભૂમિભાગ ઉપર, અનેક મુનિશ્વરોથી પરિવરેલા એક તેજસ્વી યુવાન મુનીશ્વરને જોયા.
કોટવાલે શિષ્ટાચારથી એ મુનિશ્વરને વંદના કરી, વિનયથી મુનીશ્વરની પાસે બેઠો. અમને બંનેને પણ એણે પાસે જ રાખ્યા. મુનીશ્વરે “ધર્મલાભ નો આશીર્વાદ આપ્યો.
કોટવાલ મુનીશ્વરના તપપૂત પ્રશાન્ત તેજસ્વી દેહને જોઈ રહ્યો. મુનીશ્વરની કરુણાભીની મોટી-મોટી આંખો એને ગમી ગઈ. મુનિરાજની મધુર વાણી સાંભળી. તેના હૃદયમાં સાચો ભક્તિભાવ જાગ્રત થયો. તેણે મુનીશ્વરને એક પ્રશ્ન પૂછ્યું :
મહાત્મનું, આપના ધર્મનું સ્વરૂપ શું છે?”
મહાનુભાવ, “ધર્મ' કોઇ આપણો નથી કે પરાયો નથી! ધર્મ એક જ છે. મૂઢ માણસો ધર્મના ભેદ કરતા હોય છે. સર્વ જીવો માટે હિતકારી ધર્મનું સ્વરૂપ તને બતાવું છું.
જે મન, વચન અને કાયાથી કોઈ જીવની હિંસા ન કરવી, કોઈ જીવને દુઃખ ના આપવું, પીડા ન કરવી.
જૂઠું વચન ના બોલવું. પરિશુદ્ધ વચન બોલવું. * કોઇએ આપ્યા વિનાનું એક તણખલું પણ ગ્રહણ ના કરવું. * મન-વચન-કાયાથી મૈથુનક્રિયાનો ત્યાગ કરવો.
સ્થાવર જંગમ સંપત્તિમાં મમત્વ ના રાખવું, ત્યાગ કરવો. ઉ30
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only