________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે, કોઈ પણ નાના-મોટા જીવની હિંસાનો વિચાર પણ મનમાં ના આવી જાય, એની સાવધાની રાખવી જોઇએ.’
‘ભગવંત, આ સંસારમાં... આ ગૃહવાસમાં હિંસાના વિચારોથી પણ બચવું અશક્ય જેવું લાગે છે.’
‘કુમાર, એટલે જ તીર્થંકરો એ સંપૂર્ણ નિષ્પાપ જીવન-સાધુજીવન બતાવ્યું છે. આ સાધુજીવનમાં હિંસાના વિચારોથી પણ મુક્ત રહી શકાય છે.’
‘ભગવંત, માટે જ આપે આ સાધુજીવન સ્વીકાર્યું છે ને! ગુરુદેવ, બોકડાના ભવનો અંત આવી ગયા પછી આપનો જન્મ ક્યાં થયો?' ધનકુમારે વાર્તાનું અનુસંધાન કરતાં કહ્યું.
‘હે દેવાનુપ્રિય, હું અને મારી માતા, અમે બંને મરીને, વિશાલાનગરીમાં ચંડાળોના મહોલ્લામાં એક કૂકડીના પેટમાં ઉત્પન્ન થયાં. અમે હજુ માના પેટમાં જ હતાં, તે વખતે મા-કૂકડી ઉકરડામાં ગયેલી, ત્યાં એક બિલાડાએ એને મારી નાખી... મારીને ત્યાં જ કૂકડીને ખાવા લાગ્યો. ભાગ્યયોગે બે ઇંડા ફૂંકીના ચિરાયેલા પેટમાંથી એક બાજુ સરકી ગયેલાં, કે જે ઇંડાંઓમાં હું અને મારી માતા હતાં.
પેલો બિલાડો ચાલ્યો ગર્યો. એટલામાં એક ચંડાળણી સૂપડામાં કચરો ભરી, ઉકરડામાં નાખવા આવી. એણે અમારા પર (ઇંડા ઉ૫૨) કચરો નાખ્યો. સારું થયું, એ કચરાની નીચે ગરમાવો મળવાથી ઇંડા ફૂટી ગયાં અને અમે બે જીવતા બહાર
આવ્યા.
એ વખતે ઉકરડાની પાસે જ એક ચંડાળ-બાળક રમતો હતો. તેણે અમને-નાનાં નાનાં બચ્ચાંઓને જોયાં. તેને ગમી ગયાં. એમને તે પોતાના ઘેર લઈ ગયો. અમને બંને કૂકડાઓને પાળવા લાગ્યો. અમે મોટા થવા લાગ્યા. ચંદ્રની ચાંદની જેવાં ઉજ્જવલ પીછાં આવવા લાગ્યાં. ચણોઠી જેવી લાલ-લાલ કલગી માથે નીકળી આવી. ગરુડની ચાંચ જેવી ચાંચ અમને નીકળી. અમે મુક્ત રીતે ચંડાળવાસમાં ફરતા હતા, રમતા હતા. પેલો ચંડાળપુત્ર ‘અનહુલ’ અમને સંભાળતો હતો.
એક દિવસ અમે ચંડાળવાસની બહાર ઊભા હતા, ત્યાંથી નગરનો કોટવાળ પસાર થતો હતો, તેણે અમને બંનેને જોયા. અમે એને ગમી ગયા. એણે વિચાર્યું :
આ કૂકડા કેવા સુંદર છે! જો હું મહારાજાને આપું તો મહારાજા પ્રસન્ન થઈ જશે.' તેણે ત્યાં ઊભેલી એક ચંડાલસ્ત્રીને પૂછ્યું : ‘આ બે કૂકડા કોના છે?'
સ્ત્રીએ કહ્યું : ‘ચંડાળપુત્ર અનહુલના.'
કોટવાળે અનહુલને બે સોનામહોરો આપી અમને ખરીદી લીધા. રાજાને ભેટ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
ઉદ