________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનકુમારને ચંડાળની વાત સાંભળી આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું : “આ ચંડાળ છે. છતાં શ્રાવક છે! તેની કેવી ઉચ્ચકોટિની માનવતા છે! દીન-હીન જીવો પ્રત્યે એનું કેવું અદૂભુત વાત્સલ્ય છે! કેવો આ પરોપકાર-પરાયણ મહાનુભાવ છે! દયા અને અનુકંપા એના હૃદયમાં વસેલી છે! ખરેખર, આ કર્મચંડાળ નથી, જાતિચંડાળ છે, સજ્જન પુરુષ છે. આવા મહાપુરુષ સાથે ક્યાં સમાગમ થઈ ગયો? સ્મશાનમાં, અને તે પણ વધસ્થાને? ખેર, હવે મૃત્યુ સામે છે. પુરુષાર્થ કરવાનો સમય વીતી ગયો. અભાગીનાં મનોવાંછિત પૂર્ણ થતાં નથી...' ધનકુમારે નિસાસો નાખ્યો. તેણે ચંડાળની સામે જોયું... પલભર જોતો રહ્યો... તેણે કહ્યું : “ભ, તું રાજાજ્ઞાનું પાલન કર. તારે બીજો વિચાર કરવાનો ના હોય!”
કુમારનાં સત્ત્વશીલ વચનો સાંભળીને ચંડાળે વિચાર્યું : “આ પુરુષ દીન-હીન નથી. મહાપુરુષ લાગે છે. મૃત્યુથી નિર્ભય છે. આ અપરાધી ન જ હોય, નિર્દોષ લાગે છે... શું મારે નિર્દોષની હત્યા કરવી પડશે?” તેનું મન ખિન્ન થઈ ગયું. તે રડી પડચો... ગદ સ્વરે કહેવા લાગ્યો : “હે આર્ય, ઇષ્ટદેવનું સ્મરણ કરો. વૈષયિક સુખોના રાગનો ત્યાગ કરો, ધર્મને હૃદયમાં ધારણ કરો.. અને સ્વર્ગસન્મુખ દૃષ્ટિ સ્થિર કરો...” ધનકુમારના ચિત્તમાં એક સંતાપ જાગ્યો : “ખરેખર, આ સંસારને ધિક્કાર હો, પરોપકાર કરવાની ભાવનાઓ મારા મનમાં જ રહી ગઈ... હું પરોપકાર કરવા માટે જ ધન કમાવા નીકળ્યો હતો.. આપબળે ધન કમાઈને મારે દીન-અનાથ જનોનો ઉદ્ધાર કરવો હતો... આ ભવમાં ન કરી શક્યો ઉદ્ધાર, મને મૃત્યુ પછી એવો ભવ મળજો... કે જ્યાં હું મારી આ અપૂર્ણ ઇચ્છાને પૂર્ણ કરનારો બનું...' આમ વિચારીને તે સ્વર્ગસન્મુખ દૃષ્ટિ સ્થિર કરીને બેઠો.
ચંડાળે મ્યાનમાંથી લાંબી તલવાર બહાર કાઢી. પોતાના ખભા પર ઊંચી કરી... ઉગામી... અને બોલ્યો : “અરે લોકો, સાંભળો : આ પુરુષે રાજકુમારીની રત્નાવલી, રાજપુત્રીને ઠગીને પડાવી લીધી છે. આ અપરાધના કારણે એનો વધ કરું છું. જે કોઈ આ રીતે રાજ્યવિરુદ્ધ ગુનો કરશે, તેને આવી આકરી સજા થશે!”
ઉગામેલી તલવાર, પ્રહાર કર્યા વિના ફેંકી દીધી... ને ચંડાળ ધરતી ઉપર ઢળી પડ્યો.
જ જ એક
પછ0
ભાગ-૨ ( ભવ ચોથો
For Private And Personal Use Only