________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્મશાનયાત્રા નીકળી. તેના હૃદયમાં ઘોર પશ્ચાતાપ થઈ રહ્યો હતો. નીચી દૃષ્ટિએ ધીમે પગલે તે ચાલી રહ્યો હતો. ત્યાં અચાનક એક ઘટના બની ગઈ...
આકાશમાં એક બાજ પક્ષી ઊડી રહ્યું હતું. તેની દૃષ્ટિ માંસ શોધતી હતી. તેણે થાળમાં રહેલી રત્નમાળાને માંસ સમજી લીધી. તીવ્ર ગતિથી બાજ પક્ષી નીચે આવ્યું... રત્નહાર લઈને આકાશમાં ઊડી ગયું. સાથે ચાલી રહેલા સૈનિકોના જીવ અધ્ધર થઈ ગયા. થોડા સૈનિકો બાજ પક્ષી જે દિશામાં ગયું હતું એ દિશામાં દોડ્યા. પરંતુ બાજ તીવ્ર ગતિથી આકાશમાં ઊડી રહ્યું હતું. સુભટો ના પહોંચી શક્યા. રાજપુરુષોએ પક્ષી ઉપરનો ક્રોધ ધનકુમાર ઉપર ઉતાર્યો. તેનો તિરસ્કાર કર્યો... સ્મશાનમાં પહોંચીને ચંડાળને સોંપી દીધો.
૦ ૦ ૦ સ્મશાનમાં બાવળ વગેરેનાં સૂકાં વૃક્ષો ઉપર ગીધ અને કાગડાઓનાં ટોળાં બેઠાં હતાં. તેમનો વિરસ અવાજ સ્મશાનમાં ફેલાતો હતો. શિયાળો રુદન કરી રહ્યાં હતાં. કેટલાંક મડદાંઓની ચિતાઓ સળગી રહી હતી મડદાંઓની દુર્ગધ ફેલાઈ રહી હતી... કેટલાંક મૃતદેહોને કૂતરાઓ ફાડીને ખાઈ રહ્યા હતા. ઠેર ઠેર મનુષ્યોનાં અને પશુઓનાં હાડપિંજરો પડેલાં હતાં. યમરાજ પણ જ્યાં જવાનું પસંદ ના કરે, એવા સ્મશાનમાં ધનકુમારને ચંડાળ લોહિતમુખ, જ્યાં શૂળી હતી, ત્યાં લઈ ગયો.
લોહિતમુખ, કુળપરંપરાથી ચંડાળનું કામ કરતો હતો. તેને આ કામ કરવું જરાય પસંદ ન હતું. તેણે એક મુનિરાજના પરિચયમાં આવીને જિનધર્મ સ્વીકારેલો હતો. રાજાને તેણે અનેક વાર વિનંતી કરી હતી કે “મને આ કાર્યથી મુક્ત કરો.” પરંતુ રાજા તેને મુક્ત કરતો ન હતો. શું થાય? રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકાય એમ ન હતું.
લોહિતમુખ ચંડાળે ધનકુમારને જોયો. ધારીધારીને જોયો. તેને વિચાર આવ્યો : ‘આવી સૌમ્ય... શીતલ આકૃત્તિવાળો યુવાન શું આવું કાર્ય કરે? ના જ કરે... પરંતુ હું શું કરી શકું? મારે તો રાજાની આજ્ઞાનું પાલન કરવાનું છે. તેણે ધનકુમારને વધસ્થાને બેસાડ્યો અને કહ્યું :
“હે આર્ય, આ જીવલોકમાં સ્મરણ કરવા યોગ્ય તારા ઇષ્ટદેવનું સ્મરણ કરી લે... આ જીવલોકની આવી જ નિયતિ છે. એક વાત તને કહું છું યુવાન, મારા મિત્રો શ્રાવક છે! એમના સંપર્કમાં હું રહું છું. તેથી મારી દૃષ્ટિ ક્રૂર નથી. વધકાર્ય કરવામાં મારી કોઈ રુચિ નથી, છતાં મારે રાજ -આજ્ઞાનું પાલન કરવું પડે છે.”
મેં મહારાજાને વિનંતી કરી હતી કે હું, મારે જેનો વધ કરવાનો હોય, મૃત્યુ સમયે એના શુભ ભાવ રહે તે માટે, એ પુરુષની બે ઘડી ઇચ્છા પૂર્ણ કરીશ.' મહારાજાએ મારી પ્રાર્થના માન્ય રાખી છે. માટે તે આર્ય, તું કહે, તને હું શું આપું? તારી શું ઇચ્છા છે?' શ્રી સમરાદિત્ય મહાકથા
USE
For Private And Personal Use Only