SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir |૧0૫i/ બીજા દિવસે સવારે અમે સમુદ્રકિનારે ગયા. સિંહલદ્વીપ જનારું વહાણ તૈયાર હતું. વહાણનો આકાર દેવવિમાન જેવો હતો. અને ધજા-પતાકાઓથી શણગારેલું હતું. અમે વહાણમાં ચઢયા કે વહાણનો માલિક ઊભો થયો અને મનોરથતદત્તને પ્રણામ કર્યા. અમને બેસવા માટે આસનો ગોઠવ્યાં. મનોરથદરે વહાણના માલિકને કહ્યું : “ઇશ્વરદત્ત, આ બે મહાનુભાવો મારા મિત્રો છે. એમાંય આ સનસ્કુમાર તો શ્વેતાબીના મહારાજ કુમાર છે. મારા પરમ સ્નેહી છે. તારે આમને સિંહલદ્વીપ લઈ જવાના છે. એમની સંપૂર્ણ સારસંભાળ તારે રાખવાની છે. એમને કોઈ પ્રકારનું કષ્ટ ન પડવું જોઈએ.” ઇશ્વરદત્તે કહ્યું : “હે સાર્થવાહપુત્ર, મેં તમારા આ મિત્રોને જોયા, તેમની મુખાકૃતિ જોતાં જ મને એમના પ્રત્યે સભાવ જાગ્યો છે. હું તેમને સારી રીતે સિંહલદ્વીપ લઈ જઈશ. તમે જરાય ચિંતા ના કરશો.' અમને પ્રેમપૂર્વક વિદાય આપી મનોરથદત્ત વહાણમાંથી ઊતરી કિનારે જઈને ઊભો રહ્યો. ઇશ્વરદત્તે પ્રયાણનું મંગલ કર્યું. શ્વેત વસ્ત્રોનો ઊંચો સઢ ઊભો કર્યો.. અને વહાણ સમુદ્રમાં તરવા લાગ્યું. મનોરથદત્તે બે હાથ ઊંચા કરી. હવામાં હલાવીને વિદાય લીધી. ઇશ્વરદત્તે અમને રહેવા માટે એક સારો ખંડ આપ્યો. તેમાં આવશ્યક બધી જ સગવડતા હતી. ઇશ્વરદત્ત અમારી સાથે ભળી ગયો, હળીમળી ગયો. અમે સાથે ભોજન કરતા અલક-મલકની વાતો કરતા. ઇશ્વરદત્ત પંદર વર્ષથી વહાણવટું કરતો હતો. અનેક ખોટા-મીઠા અનુભવો તે એમને કહેતો હતો. તે સાહસિક અને બુદ્ધિમાન હતો. અમારું વહાણ સિંહલદ્વિપ તરફ તીવ્ર ગતિથી વહી રહ્યું હતું. બાર દિવસ સુધી તો સમુદ્ર શાન્ત અને ગંભીર રહ્યો, તેરમા દિવસે એનો મિજાજ બદલાયો. આકાશનું સૌમ્ય રૂપ પણ બદલાયું. આકાશમાં ઘનઘોર વાદળ ચઢી આવ્યાં. વીજળી ઝબૂકવા લાગી. સમુદ્રમાં મોજાં ઊછળવાં લાગ્યાં. વાવાઝોડું ફૂંકાવા માંડ્યું. અમારું જંગી વહાણ, જંગલી હાથીની જેમ ડોલવા માંડ્યું. વહાણના નાવિકોએ વહાણને સ્થિર રાખવા માટે તનતોડ પ્રયત્ન કરવા માંડ્યો... મેં ઇશ્વરદતને કહ્યું : “મિત્ર, હિંમત ના હારીશ. હું પણ તને સહાયતા કરું છું.' મેં અને વસુભૂતિએ સઢનાં દોરડાં કાપી નાખ્યાં. સઢનાં વસ્ત્રને પણ વાળી લીધું. અમે લંગરો છૂટાં મૂકી દીધાં.... ૭૨૨ ભાગ-૨ ( ભવ પાંચમો For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy