________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસ, વાસગૃહમાં નૃત્યાંગનાનું નૃત્ય ચાલી રહ્યું હતું. અનેક વાજિંત્ર વાગી રહ્યાં હતાં. મૃદંગનો ધ્વનિ મને ખૂબ ગમતો. મૃદંગના તાલે હું પણ નાચવા લાગ્યો... સંધ્યા થઈ ગઈ. રાજમહેલમાં દીપકો પ્રગટી ગયા હતા. ચિત્રશાળામાં પણ દીપકોની રોશની ઝળહળી રહી હતી. નૃત્યના અંતે મેં ચિત્રશાળા તરફ જોયું. બારી ખુલ્લી હતી. નયનાવલીને જોઈ... પરંતુ કઢંગી હાલતમાં... પેલા કૂબડાના બાહુપાશમાં જકડાયેલી.. કામાવેશમાં ઉશ્કેરાયેલી... સંભોગમાં લીન થયેલી... હું ઊભો રહી ગયો. સ્થિર નજરે જોતો રહ્યો... “મેં આ બન્નેને જોયેલાં છે... ક્યાંક જોયેલાં છે.. ઓળખું છું આ બેને..” મનમાં તીવ્ર ઊહાપોહ થવા લાગ્યો. પરિણામે મને એ જ સમયે પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી. પૂર્વજન્મ યાદ આવી ગયો. સ્મૃતિના પડદા ઉપર મેં મારી સાથે નયનાવલીને જોઈ... કૂબડા સાથે સંભોગ કરતી નયનાવલીને જોઈ... અને મારી સામે ચિત્રશાળામાં... એ જ રીતે ક્રીડાલીન જોઈ...
મને તીવ્ર ક્રોધ આવી ગયો. “આ દુષ્ટ સ્ત્રી... વ્યભિચારિણી. હવે કુબડાને ચિત્રશાળામાં બોલાવીને યથેચ્છ ભોગસુખ ભોગવે છે!” ક્રોધાગ્નિથી હું સળગી ઊઠ્યો... ઝડપથી દોડતો હું ચિત્રશાળા પાસે ગયો... ચિત્રશાળાના દ્વાર ઉપર ચાંચ ખોતરવા માંડ્યો. ચાંચ મારી-મારીને અવાજ કરવા માંડ્યો... નયનાવલીને ભય લાગ્યો. રંગમાં ભંગ પડ્યો. તેણે કૂબડાને કહ્યું : “ઊભો થઈ જા, કોઈ દરવાજો ખખડાવે છે... કોઈ આવ્યું લાગે છે. હું દરવાજો ખોલીને જોઉં છું.' | નયનાવલીએ દરવાજો ખોલ્યો... મને જોયો.. એને ચાંચો મારવા લાગ્યો. મારા પર અત્યંત ક્રોધે ભરાણી. પાસે પડેલી કબડાની લાકડીનો પ્રહાર મારા પર કરી દીધો... પાસે જ નીચે જવાનો દાદરો હતો... હું દાદરા પર ગબડ્યો... મેં મોટેથી અવાજ કરવા માંડ્યો. નિરંજનાની દાસીઓ દોડી આવી. મને દાદર પર ગબડતો જોઈ... “મોરને પકડો... મોરને પકડો...” ચીસો પાડવા લાગી.
હું ગબડતો-ગબડતો નીચેના ખંડમાં બાહ્ય ભાગમાં પડ્યો. ખંડમાં રાજા ગુણધર જુગાર રમતો હતો. બહાર પેલો કૂતરો (મારી માતાનો જીવ) બેઠો હતો. મને લોહીલુહાણ પડેલો જોઈને કૂતરો દોડ્યો.. મને પકડી લીધો.. રાજાએ આ દશ્ય જોયું. “કૂતરો મને મારી નાખશે.” એ ભયથી રાજાએ એના હાથમાં રહેલા ધાતુના પાસાનો કૂતરા પર ઘા કર્યો. કૂતરાના માથે જોરથી ઘા થયો. તેણે મને છોડી દીધો... ને જમીન પર ઢળી પડ્યો. એના માથામાંથી લોહીની ધારા વહેવા લાગી... કૂતરો મરી ગયો, હું મરવાની તૈયારીમાં હતો. રાજાએ ત્યાં ઉપસ્થિત રાજપુરુષોને આજ્ઞા કરી : “જેવી રીતે પિતાજીનો અને દાદીમાનો અગ્નિસંસ્કાર કર્યો હતો એ જ રીતે ચંદનકાષ્ઠની ચિતામાં, કાલાગુરુ ધૂપ નાખીને, લવિંગ વગેરે પદાર્થો નાખીને ધૃતદહીં વગેરે દ્રવ્યો નાખીને, આ બે જીવોનો - કૂતરાનો અને મોરનો અગ્નિસંસ્કાર કરજો. એટલું જ નહીં, જેવી રીતે પિતાજી અને દાદીમાનાં મૃત્યુ પછી દાન-પુણ્ય
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only