________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજ્ઞા કરે એટલે ધરણને અહીં હાજર કરું.
સુવદનનું હૃદય થડકી ગયું. “શું ધરણ મર્યો નહીં હોય?' એને શંકા થઈ છતાં, ગભરાયા વિના, તે બોલ્યો :
“મહારાજા, ધરણ નામના કોઈ માણસને હું ઓળખતો નથી. મેં એનું નામ પણ સાંભળ્યું નથી.”
રાજાએ કહ્યું : “શેઠ, તમે ધરણને બોલાવી લાવો, અને સુવદન, તું તારી પત્નીને લઈ આવ.”
શેઠે કોટવાલને કહ્યું : “તમે મારી હવેલીએ જઈને, ધરણને બોલાવી લાવો. હું અહીં જ છું. એને કહેજો કે શેઠ મહારાજા પાસે બેઠા છે ને તને બોલાવે છે. કોટવાલ ધરણને બોલાવવા ગયો અને બીજા બે રાજપુરુષો લક્ષ્મીને લેવા માટે સમુદ્રકિનારે ગયા.
થોડી વારમાં કોટવાલ સાથે ધરણ આવી ગયો. રાજપુરુષો સાથે થરથર ધ્રૂજતી લક્ષ્મી આવી.
રાજાએ બંનેને જોયાં. લક્ષમી ધરણને જોઈને.. ભયભીત થઈ ગઈ. “હજુ શું આ મર્યો નથી? કેવી રીતે જીવતો રહ્યો હશે?' એ કંઈ વિચારે, ત્યાં તો રાજાએ એને પૂછ્યું : “હે સુંદરી, આ શ્રેષ્ઠીપુત્રને (ધરણને) તેં ક્યાંય જોયેલો છે ખરો? હે દેવ, મેં એને ક્યાંય જોયો નથી...” રાજાએ ધરણને પૂછુયું : “હે શ્રેષ્ઠીપુત્ર, આ તારી પત્ની છે કે?'
ધરણે કહ્યું : “મહારાજા, આ પ્રશ્ન મને શા માટે પૂછો છો? એણે જે કહ્યું કે, આપે સાંભળ્યું છે!” રાજાએ કહ્યું : “માટે જ પૂછું છું.”
ધરણે કહ્યું : “હે દેવ, આપનો આગ્રહ છે માટે કહ્યું છે કે આ મારી પત્ની હતી ખરી, અત્યારે નથી.”
રાજાએ કહ્યું : “એટલા માટે જ મેં પૂછ્યું હતું. હવે તું મને કહે કે આ સાર્થવાહપુત્ર સુવદનને તું ઓળખે છે?'
ધરણે કહ્યું : “મહારાજા, આ પ્રશ્ન એને જ પૂછો ને.' રાજાએ સુવદનને પૂછ્યું : “તું આ શ્રેષ્ઠીપુત્રને ઓળખે છે?' સુવદન અસત્ય બોલ્યો : “હું એને જાણતો નથી.'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only