________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્હદત્ત મૌન રહ્યો. વૈદ્યની વાત એના અંતરાત્માને સ્પર્શી નહીં.
બંને આગળ ચાલ્યા.
અર્હદત્તે એક બળદને જોયો. તેની પાસે લીલુંછમ ઘાસ કાપેલું પડ્યું હતું. તે બળદે ખાધું નહીં. ને તે પાસેના એક કૂવા પાસે ઊગેલા દૂર્વાનાં અંકુરોને ખાવા માટે, તે તરફ ગયો... તેને ધ્યાન રહ્યું નહીં... ને તે કૂવામાં પડી ગયો. અર્હદત્ત દોડતો કૂવા પાસે ગયો... તેણે કૂવામાં જોયું... બળદનાં અંગોપાંગ તૂટી ગયાં હતાં... તે મરી ગયો હતો.
તેણે વૈદ્યરાજને કહ્યું : 'જુઓ, આ બળદે કેવી મૂર્ખતા કરી? પાસે પડેલું લીલુંછમ ઘાસ ના ખાધું... ને દૂર્વાના અંકુર ખાવા ગયો તો કૂવામાં પડી મરી ગયો...' વૈદ્યે કહ્યું : ‘તું આ વાત સમજે છે?’
તેણે કહ્યું : ‘કેમ ના સમજું?'
વૈઘ કહ્યું : ‘તો પછી લીલાછમ ચારા જેવાં દૈવી સુખોને છોડીને, દૂર્વાના ઘાસ જેવા મનુષ્યલોકનાં તુચ્છ સુખોની અભિલાષા કરતો, દુર્ગતિના કૂવામાં તારા આત્માને શા માટે પટકે છે?’
અર્હદત્ત, વૈદ્યરાજની આ વાત સાંભળી વિચારમાં પડી ગયું. તેના આત્મા પરથી પાપકર્મોનો ભાર હળવો થયો હતો... એટલે વૈદ્યરાજની વાત એના આત્માને સ્પર્શી... તેણે વૈદ્યરાજ સામે ધારીધારીને જોયું... તેના મનમાં એમના પ્રત્યે અનુરાગ પ્રગટ્યો... તેણે વિચાર્યું :
‘આ પુરુષની આંખો પલકારા મારતી નથી... આ મનુષ્ય ના હોય. આની વાણી પણ મધુર છે. આ પુરુષને મારે મારો ભ્રાતા જ ગણવો જોઈએ. કૌશાંબીથી નીકળ્યા પછી જે એક પછી એક ઘટનાઓ અંગે તેણે મને જે બોધપાઠ આપ્યો, મારે એનો પરમાર્થ જાણવો જોઈએ. વળી, એના પ્રત્યે મને કેમ સ્નેહ જાગે છે?” તેણે વૈદ્યરાજને પૂછ્યું :
‘હે પૂજ્ય, અશોકદત્ત જેમ મને પ્રિય હતો, તેમ તમે મને કેમ પ્રિય લાગો છો?’ ‘હે વત્સ, હું પોતે અશોકદત્તનું જ બીજું રૂપ છું. એટલે કે સાધુજીવન પાળી, મૃત્યુ પામી હું દેવ થયો છું. વૈદ્યના રૂપે હું તારી પાસે આવું છું.’
'હે દેવ, તમે જ અશોકદત્ત (મૂંગો) છો, તેની ખાતરી શું? હું કેવી રીતે વિશ્વાસ કરું?’
વૈદ્યે કહ્યું : ‘વત્સ, હવે તું સાંભળ, તું પૂર્વજન્મમાં દેવ હતો. તારા ચ્યવન પૂર્વે, તને જિજ્ઞાસા પ્રગટી હતી કે તું ક્યાં જન્મ પામીશ. તું પૂર્વ મહાવિઘ્ન ક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા પાસે ગયો હતો. તે તીર્થંકરને પૂછ્યું હતું કે તારો જન્મ ક્યાં થશે અને તને પ્રતિબોધ કોણ પમાડશે. તીર્થંકર ભગવાને તને કહેલું કે તું કૌશાંબીમાં નાગદત્તના ઘરમાં પુત્રરૂપે અવતરીશ. અને તને તારા મોટા ભાઈ અશોકદત્ત પ્રતિબોધ પમાડશે. આ સાંભળી તું (દેવ) કૌશામ્બી
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૯૮૧