________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવેલો. મને (અશોકદરને) મળેલો અને કહેલું કે તું મને પ્રતિબોધ પમાડજે.” પછી, તું મને વૈતાઢ્ય પર્વત ઉપર સિદ્ધાયતન-શિખર પર લઈ ગયો હતો... અને ત્યાં એક પથ્થરની શિલાના પોલાણમાં તારા અતિ પ્રિય કુંડલ મૂક્યાં હતાં. તેં કહેલું કે મને આ સિદ્ધાયતન શિખર અને આ બે કુંડલ અતિ પ્રિય છે. એ જોઈને મને જાતિસ્મરણજ્ઞાન થશે. પૂર્વજન્મ યાદ આવશે. માટે તું મને અહીં લઈ આવજે. આકાશમાર્ગે હું ગમન કરી શકું તે માટે તેં મને એક રત્ન આપેલું. એ રત્નના પ્રભાવથી તને હું વૈતાઢ્ય પર્વત પર લઈ જઈ શકું ને તને એ શિખર તથા કુંડલ બતાવી શકું.
પરંતુ, મેં દીક્ષા લીધી. મારું આયુષ્ય પૂર્ણ થયું.... અને હું બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. તને પ્રતિબોધ પમાડવા મેં ઘણા ઉપાય કર્યો. છતાં તે પ્રતિબોધ નથી પામ્યો. માટે હવે તને હું વૈતાઢય પર્વત પર લઈ જાઉં છું.”
અહંદૂદત્ત આશ્ચર્યથી બધી વાત સાંભળતો રહ્યો. દેવે પોતાનું દેવસ્વરૂપે પ્રગટ કર્યું. અહંદૂદત્તને લઈ તેણે આકાશમાર્ગે પ્રયાણ કર્યું.
અલ્પ સમયમાં, એ બંને વૈતાદ્ય પર્વતના શિખર પર પહોંચી ગયા. દેવે કહ્યું : “હે અહંદુદત્ત, જો આ તને અતિ પ્રિય એવું સિદ્ધાયતન શિખર છે.' અહંદુદત્તનું ચિત્ત, શિખર જોઈ અત્યંત પ્રમુદિત થયું.
પેલા કુંડલ ક્યાં છે?” પેલા પથ્થરના પોલાણમાં મૂકેલાં છે, ત્યાં જો.”
અહંદુદને એ કુંડલ જોયાં. હાથમાં લીધાં. “અહો, આ કુંડલ મેં જોયેલાં છે... મારાં જ છે આ કુંડલ..” ત્યાં ઊહાપોહ થતાં અહંદરને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે પોતાના પૂર્વજન્મ જોયો.
અહંદૂદત્ત પ્રતિબોધ પામ્યો. તેણે દેવનાં ચરણોમાં પડી ગદ્દગદ સ્વરે કહ્યું : “હે ઉપકારી, તમે મારા પર પરમ ઉપકાર કર્યો છે. મને સમ્યગ્દર્શન આપ્યું છે... હવે હું સાચા ભાવથી ચારિત્ર લઈશ.'
દેવે કહ્યું : “હે વત્સ, તને મેં ઘણી વેદનાઓ આપી છે... ઘણું દુઃખ આપ્યું છે... મને ક્ષમા કર...'
હે કૃપાવંત, મારા પ્રગાઢ મિથ્યાત્વને ભેદવા માટે જ આપે બધા ઉપાયો કર્યા છે... મારા હિત માટે, મારા કલ્યાણ માટે આ બધા પ્રયાસો કર્યા છે. આપે ક્ષમા માગવાની ના હોય.. ક્ષમા તો મારે માંગવાની છે. મેં આપને ખૂબ હેરાન કર્યા
દેવે અહંદરને કૌશાંબીમાં મૂકી દીધો. અહંદૂદત્તે દીક્ષા લીધી. દેવ દેવલોકમાં ચાલ્યો ગયો.
હે ધરણકુમાર, એ અહંદત્ત મુનિ એ જ હું છું!
૯૮.
ભાગ-૨ # ભવ છઠ્ઠો
For Private And Personal Use Only