________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪]
ભાઇંદીનગરના “મલયસુંદર” ઉદ્યાનમાં આચાર્યશ્રી અહંદુદત્તે ધરણને અને એના મિત્ર દેવનંદીને, પોતાની આત્મકથા સંભળાવી.
ધરણ, પુરોહિતપુત્રના ભવમાં, રાજપુત્રની સાથે અમે અનેક મુનિવરોની કદર્થના કરીને તીવ્ર, “ચારિત્રમોહનીય કર્મ બાંધ્યું હતું. દીક્ષા અમને બળાત્કારે આપી હોવાથી, મારા મનમાં ગુરુદેવ ઉપર દ્વેષ જાગ્યો હતો. એથી મેં મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધ્યું હતું... એને મેં કેવા વિપાક અનુભવ્યા, તે તમે સાંભળ્યું.
માટે તારા ચિત્તમાં જાગેલા, ચારિત્રધર્મ અંગીકાર કરવાના શુભ મનોરથ પૂર્ણ કરી, આ મનુષ્યજીવનને સફળ કર.”
ધરણે કહ્યું : “ભગવંત, હું તો આપનાં ચરણોમાં ચારિત્રધર્મ અંગીકાર કરવાનો જ છું, પરંતુ એ પહેલાં હું મારાં માતા-પિતાની અનુમતિ ગ્રહણ કરું અને આપની આત્મકથા પણ તેમને સંભળાવું. મારાં માતા-પિતા ભદ્રિક છે. સરળ
પરિણામી છે... સંભવ છે કે તેમનાં હૃદયમાં પણ ચારિત્રધર્મ અંગીકાર કરવાની ભાવના જાગે!'
દેવનંદીએ કહ્યું : “ભગવંત, ધરણની સાથે હું પણ ચારિત્રધર્મ અંગીકાર કરીશ. અમારા બીજા મિત્રો પણ અમારી સાથે ચારિત્ર ગ્રહણ કરશે.” તમારા બંનેની વાત યોગ્ય છે, પરંતુ શુભ કાર્યમાં વિલંબ કરશો નહીં.
0 0 0 બંને મિત્રો રથમાં બેસી ગામમાં પ્રવેશ્યા. દેવનંદીને એની હવેલી પાસે ઉતારીને, ધરણ પોતાના ઘરે પહોંચ્યો. શ્રેષ્ઠી બંધુદત્ત પુત્રની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેઓ મોટા ભાગે ધરણની સાથે જ ભોજન કરતા હતા. ધરણે આવીને ઝટપટ હાથ-પગ ધોઈ નાખ્યા અને પિતા-પુત્ર ભોજન કરવા બેઠા. માતા હારપ્રભા ભોજન પીરસવા લાગી. ભોજન પીરસીને તેણે ધરણને પૂછ્યું :
“વત્સ, આજે બહુ વિલંબ થયો...?” “મા, આજે હું અને દેવનંદી ઉદ્યાનમાં ગયા હતા. ત્યાં અમને વિલંબ થયો. ત્યાં અનેક મુનિવરો સાથે અહંદુદત્ત નામના આચાર્ય બિરાજમાન છે. અમે એમનાં ચરણોમાં બેઠા હતા. તેઓએ પોતાની આત્મકથા સંભળાવી. તેઓ વિશિષ્ટ જ્ઞાની છે. તેમની આત્મકથા તો ઘણી જ રોમાંચક છે.”
વત્સ, ભોજન કર્યા પછી, અમને પણ એ આત્મકથા સંભળાવીશ?”
શ્રી સમરાદિત્ય મહાકથા
૯૮૩
For Private And Personal Use Only