________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧391
પશેઠે ધરણની સાથે ભોજન કર્યું. ભોજન કર્યા પછી બંને મંત્રણાખંડમાં આવ્યા. ધરણે શેઠનાં ચરણોમાં પ્રણામ કરી કહ્યું : “હે પિતાજી, જો આપ મારી સ્નેહભરી પ્રાર્થનાનો સ્વીકાર કરો તો એક પ્રાર્થના કરું, એક માગણી કરું.”
ધરણની વાત સાંભળીને, શેઠ હર્ષવિભોર થઈ ગયા. તેમની આંખોમાં હર્ષના આંસુ ઊભરાયાં. તેમણે ધરણના બે હાથ પોતાના હાથમાં લઈ, ગદ્ગદ સ્વરે કહ્યું : વત્સ, તું સ્વંય કલ્પવૃક્ષ સમાન છે. ચિંતામણિ રત્ન સમાન છે. તું મારા જેવા સામાન્ય માણસને પ્રાર્થના કરે છે. હું ધન્ય થયો.... કૃતાર્થ થયો... વત્સ, તું પ્રાર્થના કરે ને હું માનું નહીં, એ વાત બને ખરી? તું મને પરિવાર સહિત તારા દાસ બની જવાનું કહે તો પણ ના ન પાડું. વત્સ, તું મહાપુરુષ છે. હું તારા ગુણોથી તારા પ્રત્યે અગાધ સ્નેહવાળો બન્યો છું. તારી પ્રાર્થનાને હું અવશ્ય સ્વીકારશ.'
“પિતાજી, આપની સમક્ષ હું બાળક છું. આપે મને આશ્રય આપીને, મારા પર મોટો ઉપકાર કર્યો છે. પિતાજી, મેં જે એક હજાર રત્નો સાચવવા માટે આપને આપ્યાં હતાં, આપે આપનાં ભંડારીને સોંપ્યાં હતાં, તે રત્નો અહીં મંગાવો.
તરત જ શેઠે ભંડારી પાસે એ રત્નો મંગાવ્યાં, ધરણને સોંપ્યાં, ધરણે તે રત્નોમાંથી પાંચ સો મૂલ્યવાન રત્નો ગ્રહણ કરી, શેઠનાં ચરણોમાં અર્પણ કર્યા અને કહ્યું : “આ ગ્રહણ કરો - આ જ મારી પ્રાર્થના છે.”
વત્સ, પહેલેથી મને વચનબદ્ધ કરીને, તેં મને છેતર્યો. હે પુત્ર, પિતા પુત્રને ધન આપે કે પુત્ર પિતાને ધન આપે? આ તો વ્યવહાર વિપરિત વાત છે.'
આપ જે માનો તે ખરું, આ રત્નો આપે સ્વીકારવાનાં જ છે.
શેઠે ગંભીરતાથી વિચાર કર્યો. જોકે મારે આ રત્નો ના લેવાં જોઈએ. મારે જરૂર પણ નથી. ભગવાને મને ઘણી સંપત્તિ આપી છે... પરંતુ જો હું રત્નો નહીં સ્વીકારું તો ધરણના હૃદયને ઘણું દુઃખ થશે.. એ મહાન પુણ્યાત્મા છે... મને એના પર અત્યંત સ્નેહ છે. મારે રત્નો લેવાં પડશે..” “વત્સ, ધરણ, હું તારી પ્રાર્થના સ્વીકારું છું.”
હું ધન્ય બન્યો, પિતાજી.” “વત્સ, હવે તારે મારી એક આજ્ઞા માનવી પડશે.” આજ્ઞા કરો, પિતાજી.'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only