________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવદન, વિષાદનો ત્યાગ કર, ચિંતાઓ ત્યજી દે. દરેક જીવ દેવાધીન હોય છે. દેવાધીન જીવ કયું અકાર્ય નથી કરતો? ખેર, જે બનવાકાળ હતું તે બની ગયું. હું તારી મહાનુભાવતા જ યાદ કરું છું. એ સુવર્ણદ્વીપ પાસે જો તું વહાણ લઈને ના આવ્યો હોત તો આ બધા સંપુટ હું કેવી રીતે લઈ આવત? હું પણ ત્યાંથી કેવી રીતે સ્વદેશ જઈ શકત? તને મેં એ જ વખતે એક લાખ સોનામહો આપવાનું કહ્યું હતું. તે સોનામહોરો હું તને આપું છું. તે ગ્રહણ કર અને વધારે જેટલું સોનું તારે જોઈએ તે પણ ગ્રહણ કરી લે....' - સવદને શરમથી, બે હાથથી પોતાનું મુખ ઢાંકી દીધું.
ટોપશેઠની આંખોમાં હર્ષના આંસુ આવી ગયાં. તેઓ ધરણને ભેટી પડ્યા... તેમણે કહ્યું : “વત્સ, મારા જીવનમાં તારા જેવો ક્ષમાશીલ અને ઉદાર પુરુષ જોયો નથી. આવા ઘોર અપરાધી... નરાધમ ઉપર તું દયા વરસાવે છે. આ મહાચોરને તું લાખ સોનામહોરો આપવા તૈયાર થયો છે? જેણે તારી પત્નીનું શીલ લૂંટ્યું છે... એને તું અભયદાન આપે છે. ખરેખર, આ પૃથ્વી પર તારા જેવો બીજો કોઈ મહાનુભાવ નહીં જડે...”
હે પૂજ્ય, આ સુવદને ભૂતકાળમાં મારા પર ઉપકાર કરેલો છે. હું એના ઉપકારને કેવી રીતે ભૂલી શકું? એણે કરેલાં અપકારોને હું ભૂલી શકું છું. ઉપકારોને ભૂલી શકું નહીં...'
સુવદન રડી પડ્યો. તે ધરણનાં ચરણોમાં પડી ગયો. લક્ષ્મી ક્યારનીય વહાણમાં જઈને, બેસી ગઈ હતી. તેને કોઈ પસ્તાવો ન હતો. પરંતુ રાજપુરુષોએ તેને શોધી કાઢી. ધરણનાં કહેવાથી એનાં નાક-કાન ના કાપ્યાં. તેને હદપાર તગેડી મૂકી.
સુવદને કહ્યું : હે ઉપકારી મહાપુરુષ, તમે મને અભયદાન આપ્યું, તે જ ઘણું છે. મારે સોનામહોરો જોઈતી નથી. કે બીજું કાંઈ જોઈતું નથી.... મારું ભાગ્ય મને જ્યાં લઈ જશે ત્યાં જઈશ.”
સુવદન સમુદ્રના કિનારે કિનારે ચાલી નીકળ્યો. ધરણને લઈ, ટોપશેઠ પોતાની હવેલીએ આવ્યા. નગરમાં ઘરણની ખૂબ પ્રશંસા થઈ.
સંદ ક જ
EN
ભાગ-૨ જ ભવ છઠો
For Private And Personal Use Only