________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણમુનિને ચોર-રૂપે કેવી રીતે પકડાવવા, એ અંગે લક્ષ્મી વિચારવા લાગી. એને આ કામ વિલંબ કર્યા વિના પાર પાડવું હતું. તેણે વિચાર્યું : ‘આ ધ્યાનસ્થ ઊભો છે. એ આખી રાત કદાચ ઊભો રહેશે. હું એની પાસે મારું ભાંગેલું સુવર્ણકંકણ અને ગળાનો સુવર્ણહાર મૂકી દઉં... પછી બૂમાબૂમ શરૂ કરું, નગ૨૨ક્ષક સૈનિકો ઉઘાનની પાસેથી પસાર થાય છે. તેઓ મારી બૂમો સાંભળી દોડી આવશે. પકડીને તેને રાજા પાસે લઈ જશે... રાજા તેને મોતની સજા કરશે.'
તેણે પોતાના હાથમાંથી સુવર્ણકંકણ બહાર કાઢી, વાળી નાખ્યું અને ગળામાંથી હાર કાઢ્યો. બંને વસ્તુઓ એણે મુનિરાજની પાસે મૂકી દીધી. ત્યાર પછી બૂમો પાડવી શરૂ કરી :
'દોડો... દોડો... હું લૂંટાઈ ગઈ... હાય-હાય, મારો હાર અને મારી બંગડી ઉતારીને ચોર ભાગ્યો છે... સાધુના વેષમાં એ છે.’
નગરક્ષક સૈનિકો દોડી આવ્યા. લક્ષ્મીએ તેમને કહ્યું : ‘હું અહીં ઉદ્યાનમાં ફરતી હતી... ત્યાં એક ડાકુએ મને પકડી, મારા હાથમાંથી બંગડી કાઢી લીધી અને ગળાનો હાર કાઢી લીધો... ડાકુ સાધુવેષમાં હતો... એ ભાગી ગયો છે...’
નગ૨૨ક્ષકોએ ડાકુને શોધવા માંડ્યો... શોધતા શોધતાં તેઓ ધરણમુનિની પાસે આવ્યા... ‘આ રહ્યો એ ડાકુ,' એમ કહી કોટવાલે તેમને પકડ્યા. સૈનિકોએ તેમને ઘેરી લીધા. મુનિને તપાસ્યા... તેમના શરીર પર એક નાનું અધોવસ્ત્ર હતું અને એક ઉત્તરીયવસ્ત્ર હતું. વસ્ત્રના છેડે કંઈ જ બાંધેલું ન હતું. કોટવાલે સૈનિકોને કહ્યું : ‘આ સાધુવેષધારી ડાકુના શરીર પર તો કોઈ જ ચોરીનો માલ નથી. તમે આસપાસ તપાસ કરો... એણે ક્યાંક જમીનમાં છુપાવ્યું હશે..’ એ દરમિયાન કોટવાલે મુનિરાજને પૂછ્યું : ‘અરે સાધુ, તું કોણ છે? અહીં કેમ ઊભો છે?’ મુનિ મૌન રહ્યા.
એક તો પેલી સ્ત્રીને લૂંટી છે અને હવે ઉત્તર આપતો નથી? કહી દે, એ સ્ત્રીનું સુવર્ણકંકણ અને ગળાનો હાર ક્યાં સંતાડ્યો છે?' મુનિ મૌન રહ્યા. ત્યાં સૈનિકો દોડતા આવ્યા.
મળી ગયો ચોરીનો માલ. આ રહી બંગડી અને આ રહ્યો હાર.' સૈનિકોએ કોટવાલના હાથમાં બન્ને વસ્તુ મૂકી દીધી. કોટવાલે મુનિરાજ સામે જોયું. મુનિરાજની પ્રશાંત મુખમુદ્રા જોઈ કોટવાલને વિચાર આવ્યો : ‘આ સાધુ શું ચોરી કરે? લૂંટ કરે? આની મુખાકૃતિ ડાકુની નથી દેખાતી... એને ફરીથી પૂછું.’
‘હે સાધુ, આ સોનાનાં અલંકારો, સ્ત્રીના શરીર પરથી, તમે ઉતારી લીધાં છે? પરંતુ ધરણમુનિએ ઉત્તર ના આપ્યો. તેઓ તો ધ્યાનસ્થ દશામાં જ ઊભા હતા. કોટવાલે વિચાર્યું : ‘હવે મહારાજાને જ અહીં બોલાવવા પડશે. તેઓ આ સાધુને જોઈને... જે નિર્ણય ક૨વો હોય તે કરે.’
૯૯૨
ભાગ-૨ ′′ ભવ છઠ્ઠો
For Private And Personal Use Only