________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુઓને ત્રાસ આપવાનું આ ફળ મળ્યું.' હા બહેન, હવે કોઈ સાધુને હેરાન નહીં કરે.' સાજા થાય તો હેરાન કરશે ને?”
અને એ મુનિરાજ પણ કેવા પ્રભાવશાળી દેખાતા હતાં? હા હતાં બહેરા... પણ કાયા પડછંદ હતી.”
“તો જ આ બે મદોન્મત કુમારોની આ દશા કરી શકે ને? શરીરનો એકેય સાંધો સારો રહેવા દીધો નથી.. એકેએક સાંધો તોડી નાખ્યા છે...!'
અરે બહેન, આ બે કુમારોને પહોંચવું એટલે? કોઈ એમને છેડતું ન હતું....' “આ તો મહારાજાના કારણે, મહારાજાનો આ બે ઉપર પક્ષપાત હોવાથી એમને કોઈ બોલતું નહીં.' ‘ખરેખર તો મહારાજાએ જ એમને રોકવા જોઈતા હતાં..” “ોઈએ હવે આમને કોણ સાજા કરે છે..”
ત્રીજી રાણીએ વાતમાં પ્રવેશ કરતાં કહ્યું : “મુનિરાજથી આવું કરાય જ નહીં. આ તો હિંસા કરી કહેવાય...'
પહેલી રાણીએ કહ્યું : “એટલે મુનિઓએ કુમારોના ત્રાસ સહન કરતા રહેવાનું, એમ ને?' પેલી રાણી ચૂપ થઈ ગઈ. મહારાજા અને પુરોહિત ઉપાશ્રયે પહોંચ્યા. ઉપાશ્રયમાં જઈને, આચાર્યને વંદના કરી.
હે ભગવંત, અમારા કુમારોના અપરાધની ક્ષમા આપો... તેઓ મૃતપ્રાયઃ સ્થિતિમાં પડ્યા છે...” રાજાની આંખમાં આંસુ આવી ગયા. આચાર્યે પૂછયું :
રાજેશ્વર, શી હકીકત છે? હું કંઈ જાણતો નથી...” રાજાએ સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. આચાર્ય, બે કુમારોની ઉદ્ધતાઈ જાણતા હતા. સાધુઓને તેઓ ત્રાસ આપે છે, એ વાત સારી રીતે જાણતા હતા. તેમણે રાજાને કહ્યું :
રાજન, સંયમધર્મની આરાધનામાં લીન અને પરમાર્થના જ્ઞાતા મુનિવરો, પોતાના શરીર પ્રત્યે મમતા વિનાના હોય છે. તેઓ કષ્ટો સહન કરી લે છે પણ બીજા જીવોને કષ્ટ આપતા નથી. ભલે તેમના પ્રાણ જાય, તેઓ બીજાના પ્રાણ હરતાં નથી. છતાં હે રાજન, કોઈ સાધુએ તમારા કુમારોને સજા કરી હોય તો સાધુઓને પૂછી જોઉં.' આચાર્યે બધા સાધુઓને પોતાની પાસે બોલાવીને પૂછ્યું : “હે શ્રમણો, આજે તમારામાંથી કોઈ સાધુ રાજમહેલમાં ભિક્ષાર્થે ગયા હતા કે?’
નહીં ભગવંત, ઘણા દિવસોથી અમે રાજમહેલમાં ભિક્ષાર્થે કે બીજા પ્રયોજનથી જતા જ નથી.” “તો પછી બે કુમારને સજા કરનાર કોણ મુનિ હશે?” ભગવંત, આજે પ્રભાતે એક અતિથિ સાધુ આવ્યા હતા. તેઓ ભિક્ષાર્થે ગયા હતાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
૯૫૫
For Private And Personal Use Only