________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગતું હતું કે આ મુનિરાજ આવું ખોટું કામ ના કરે.. પરંતુ તેઓ મૌન છે. મને તો બીજી ચિંતા થાય છે કે..” કોટવાલ ગભરાયો હતો. રાજાએ પૂછ્યું : “શાની ચિંતા થાય છે?”
“જે દેવ દેવીએ શુળીને જમીનમાં ઉતારી દીધી, એ દેવ કે દેવી આપણને જમીનમાં ના ઉતારી દે...”
કોટવાલ, ભય ના પામ. આપણે આ મહામુનિની ક્ષમા માંગી છે... આપણી થયેલી ભૂલનો પશ્ચાત્તાપ કરીએ છીએ...'
“મહારાજા, જુઓને મુનિરાજના મુખ પર કેવું તેજ ઝગમગે છે? કેવી પ્રશાન્ત મુખમુદ્રા છે! મને તો પેલી ફરિયાદ કરનારી સ્ત્રી ઉપર શંકા જાય છે.... એણે જ અમને બૂમો પાડીને બોલાવ્યા હતા...” “તો એ સ્ત્રીને અહીં બોલાવો.' રાજાએ કહ્યું.
બે સૈનિકો લક્ષ્મીને શોધવા ગયા. પરંતુ લક્ષ્મી તેમને કેવી રીતે મળે? જ્યારે શૂળી જમીનમાં પ્રવેશી ગયાના અને મુનિ પર પુષ્પવૃષ્ટિ થયાના સમાચાર લમીએ જાણ્યા હતા ત્યારે જ તે જંગલ તરફ ભાગી ગઈ હતી. તે ભયભીત થઈ ગઈ હતી. તેણે વિચાર્યું જ હતું કે હવે રાજપુરુષો એને પકડશે. મુનિ પણ રાજાને મારી ઓળખાણ આપશે... ને રાજા એને શૂળી પર ચઢાવી દેશે... એટલે એ ભાગી હતી. બીજો ભય એને ક્ષેત્રદેવતાનો લાગ્યો હતો. “જરૂર ક્ષેત્રદેવતા ધરણમુનિનો ભક્ત લાગે છે. કદાચ એ મને પકડીને મારી નાખે..'
સૈનિકોએ લક્ષ્મીને આસપાસમાં શોધી. નગરીમાં શોધી.. પણ ના મળી. તેમણે આવીને, મહારાજાને કહ્યું : “મહારાજા, એ સ્ત્રી મળતી નથી...'
રાજાએ કહ્યું : “કોઈ પણ કારણથી એ સ્ત્રીને આ મહામુનિ પ્રત્યે દ્વેષ જાગ્યો હશે... એણે જાણીબૂઝીને આ મુનિરાજ ઉપર આરોપ મૂક્યો લાગે છે...'
એટલામાં કોટવાલ સુવદનને પકડી લાવ્યો. લક્ષ્મીએ ભાગતા પહેલાં સુવદનને વાત કરી હતી. સુવદનને પણ ભાગવું જ હતું, પરંતુ એ ધનનું પોટલું બાંધવા રહ્યો. ત્યાં કોટવાલે એને પકડી લીધો, ને પૂછ્યું : “તારી પત્ની ક્યાં છે?'
સુવદને કહ્યું : “મને ખબર નથી.” કોટવાલે સુવદનના માથા પર એક મુક્કો જમાવી દીધો. સુવદનને ચક્કર આવી ગયા. તેને પકડીને, બાંધીને, રાજા પાસે લાવવામાં આવ્યો.
€EX
ભાગ-૨ # ભ
For Private And Personal Use Only