________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં પૂછ્યું : 'મનોરથ, આવું દિવ્ય વસ્ત્ર તને કોણે આપ્યું? કેવી રીતે મળ્યું?' મનોરથે કહ્યું : “કુમાર, એ પણ એક રોમાંચક ઘટના છે. તમને કહું છું' :
અહીં આ નગરમાં આવ્યા પછી, એક સિદ્ધપુરુષ સાથે મારે પરિચય થયો. તેઓ આનંદપુરના નિવાસી છે તેમનું નામ સિદ્ધસેન છે. અમારો પરિચય વધતો ગયો. પરસ્પર પ્રીતિ બંધાણી.
એક દિવસ મેં સિદ્ધસેનને પૂછ્યું : “હે સિદ્ધ પુરુષ, મને સમજાવશો કે વિદ્યાઓ સિદ્ધ કરવાનું પ્રયોજન શું? અને શું ખરેખર આ વિદ્યાસિદ્ધિનો માર્ગ સાચો છે? આ વિદ્યાઓ શું સાચે જ દિવ્ય ફળ આપે છે?"
તેમણે મને કહ્યું : “મનોરથ, વિદ્યાઓ સિદ્ધ કરવાથી મનુષ્યની ઇચ્છાઓ પૂર્ણ થાય છે, આ મહત્ત્વનું પ્રયોજન છે. વિદ્યાસિદ્ધિનો માર્ગ સાચો છે, હા, સિદ્ધ પુરુષના માર્ગદર્શન મુજબ સાધના કરવી જોઈએ. સાધના દ્વારા સિદ્ધ કરેલી વિદ્યાદેવીઓ અવશ્ય દિવ્ય ફળ આપે છે! મારો પોતાનો એ અનુભવ છે!'
હે મહાત્મન, શું તમે મને એવો એકાદ દિવ્ય અનુભવ કરાવી શકો ખરા? મેં પૂછ્યું.
“કરાવી શકે, પરતું તારું મનોબળ દૃઢ હોવું જોઈએ. કારણ કે વિદ્યાસિદ્ધિ કરવા આપણે રાત્રિના સમયે સ્મશાનમાં જવું પડશે. ત્યાં બેસીને સાધના કરવી પડશે. માટે સાધકમાં નિર્ભયતા હોવી જોઈએ.”
આપણે ત્યાં જઈને એક મંડળ (ગોળાકાર) બનાવવું પડશે.” મેં કહ્યું : “એ મંડળ તમે બનાવજો.' હું બનાવીશ, પણ એ મંડળ બનાવવા માટે સરસવ વગેરે સામગ્રી જોઈએ.’
તમે મને કહો તે પ્રમાણે સામગ્રી ભેગી કરું.’ સિદ્ધપુત્રે મને સામગ્રી બતાવી. મેં ભેગી કરી.
સૂર્યાસ્ત થયો. પૃથ્વી પર જ્યારે ગાઢ અંધકાર છવાયો ત્યારે અમે બે, સામગ્રી સાથે સ્મશાનમાં પહોંચ્યા... ત્યાં શિયાળનું રુદન સંભળાવા લાગ્યું. ઘુવડનું ... ઘૂ... સંભળાવા લાગ્યું.
એક ભૂમિપ્રદેશ પર જઈને અમે ઊભા. મંડળનું આલેખન કરવાની સામગ્રીનો થાળ મારી પાસે હતો. સિદ્ધપુત્રે એ સામગ્રીથી મોટું ગોળ મંડળ બનાવ્યું. પછી તેમણે અગ્નિ પેટાવ્યો. મારા હાથમાં તલવાર આપીને કહ્યું : “મનોરથ, તલવાર બરાબર પકડી રાખજે, સાવધાન રહેજે.” તે મંડળની વચ્ચે બેસી ગયા અને મંત્રજાપ શરૂ કર્યો. તેઓ પદ્માસન લગાવીને બેઠા હતા. નાસિકાના અગ્ર ભાગ પર દૃષ્ટિ સ્થાપિત કરી હતી. એમના મુખ પર તેજ પથરાયેલું હતું.
એકાદ ઘટિકા પછી મેં આકાશમાં પ્રકાશ જોયો. પ્રકાશ નીચે ઊતરતો હતો..
૭૨૦
ભાગ-૨ % ભવ પાંચમો
For Private And Personal Use Only