________________
તૈલિપુત્ર રાસ ડૉ. શીતલ મનીષ શાહ
આ પદ્યમાં મુખ્યત્વે ફગુ, બારમાસી, કક્કો, વિવાહલઉ, પ્રબંધ, ચરચરી, આખ્યાન, રાસ કે રાસા, ગરબો-ગરબી, રાસડા, થાળ, આરતી, હાલરડા, સ્તવન, સ્તુતિ, પ્રભાતિયાં, કાફી, ચાબખા વગેરે પ્રકાર હોય છે. આ બધા પ્રકારમાંથી ગુજરાતી સાહિત્યનો પ્રારંભ જેન રાસાસાહિત્યથી થયો મનાય છે. ૧૨મી સદીથી શરૂ થયેલી રાસ પરંપરા આજ સુધી અવિરત ચાલુ છે. રસના છંદ:
રાસા' છંદ ૨૧ માત્રાનો છે. અને એનું લક્ષણ “સ્વયંભૂ છંદ હેમચંદ્ર છન્દાનુશાસન’ અને ‘વિર્પણ'માં મળે છે.
તેમાં સામાન્ય રીતે ૧૨મી માત્રાએ યતિ રાખવામાં આવે છે અને છેલ્લી ત્રણ માત્રા પણ લઘુના રૂપમાં આપતો આ છંદ છે. જે “સંદેશકરાકમાં પ્રયોજયેલો છે.
આ ઉપરાંત અન્ય સાહિત્યમાં પણ ભિન્નભિન્ન છંદો જોવા મળે છે. સંદેશક રાસકમાં બીજ ૨૨ છંદો જોવા મળે છે. રસકૃતિઓનું વર્ગીકરણ:
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો વિશાળ પટ-“રાસ' નામના પ્રકારથી રોકાયેલો છે. તેથી શ્રી કે.કા.શાસ્ત્રીએ આ યુગને “રાસયુગનું નામ આપ્યું છે.
આગળ જોયું તેમ રાસ એટલે જૈન સાધુઓ દ્વારા પ્રજાને ધર્મ અને નીતિનો ઉપદેશ આપવા માટે રચાયેલ વિશિષ્ટ પદ્યરૂપ લોકો સમજી શકે માટે લોકભાષામાં લખાતું. કદાચ તે જ કારણે પૂર્વે સમાજની સ્ત્રીઓ આ રચનાઓ કાવ્યરૂપે ઘરમાં ગાતી તથા પ્રતિક્રમણ આદિ ક્રિયામાં સામગ્રી સ્વરૂપે બોલતા.
પ્રારંભમાં આ રાસ ગાઈ શકાય, તેમ જ રમી શકાય. તેવા ટૂંકા સ્વરૂપે રચાયાં. સમય જતાં જૈન સાધુ કવિઓએ રાસને જુદું જ સ્વરૂપ આપ્યું. પ્રથમ ટૂંકા ઊર્મિગીત રૂપે રચાતી આ રાસ કૃતિઓ બારમી તેરમી સદી પછી કથાત્મક કવિતાના રૂપે પ્રચારમાં આવી.
તૈતલિપુત્ર ચસ 15