________________
શુદ્ધિ થાય છે.
એવી જ રીતે શેષ પદોને પણ તેમને અનુરૂપ ધર્મકથાઓના કલાત્મક અને મૂલ્યવાન ચિત્રો દ્વારા પુષ્ટ કરવાનો સવિશેષ પ્રયાસ કર્યો છે. આમ નવપદ માટે ૧૫૦થી વધારે ચિત્રોનો સમાવેશ કર્યો છે.
પ્રસ્તુત રાસના મૂલ પ્રણેતા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા છે, પણ ત્રીજા ખંડની પાંચમી ઢાળની રચના દરમિયાન આયુષ્ય પૂર્ણ થતા તેઓ સ્વર્ગવાસી થયા અને તેમને પૂર્વે આપેલ વચન મુજબ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ બાકીનો રાસ પૂર્ણ કર્યો. આમ તો બન્ને ઉપાધ્યાય ભગવંતો વિદ્વાન અને આરાધક હતા છતાં સંપૂર્ણ રાસનું અવલોકન કરતાં પૂ. શ્રી વિનયવિજયજી મ.સા.ની શાંત છબી અને પૂ. શ્રી યશોવિજયજી મ.સા.ની તાત્ત્વિક છબી પ્રકટ થયા વગર રહેતી નથી. જોકે પ્રારંભકારે પણ ઉચિત સ્થાને તત્ત્વ તો દર્શાવ્યું જ છે છતાં પૂર્ણકારે રાસને ગહન તત્ત્વોથી વધુ અલંકૃત કર્યો છે, જેની પ્રતીતિ ગ્રંથને સાંગોપાંગ જોયા પછી થયા વગર રહેતી નથી.”
ગ્રંથકર્તાની પ્રસ્તુત પ્રસ્તાવના અંશોમાંથી સંશોધકની આ ગ્રંથ માટેની સજ્જતા, સંશોધનની ઊંડી સૂઝ અને એ માટે કરેલ પ્રબળ પુરુષાર્થનાં દર્શન થાય છે.
સમગ્ર દેશના હસ્તપ્રતના ભંડારોમાં ખોજ કરવામાં આવી અને શ્રીપાલ રાસની ત્રીસ જેટલી મહત્ત્વની હસ્તપ્રતો મેળવીને તેનો અભ્યાસ કર્યો. ગ્રંથ ભંડારોમાંથી હસ્તપ્રતો મેળવીને ગ્રંથમાં સંગ્રહ થયો છે.
શ્રીપાલ રાસના પાંચ ભાગમાં હસ્તપ્રતોના હાંસિયા અને કિનારીઓના ત્રણસો જેટલા સુશોભનો મળે છે. જે પ્રાચીન કલાસમૃદ્ધિની ગવાહી પૂરે છે. આમાં જૈન ધર્મના પર્યુષણમાં શ્રવણ કરતાં શ્રી કલ્પસૂત્ર અને અન્ય સૂત્રોની પ્રાચીન પ્રતોનો આધાર લઈને મનોહર, બેનમૂન, અને હૃદયંગમ હાંસિયાઓ અને કિનારીઓથી શ્રીપાલ રાસની હસ્તપ્રતોને સુશોભિત કરી છે. શ્રીપાલરાસની પ્રાચીન સચિત્ર હસ્તપ્રતોના બધા જ ચિત્રો સિરોહી કલમથી તૈયાર થયેલ છે. જેની સચિત્ર હસ્તપ્રતોના કેટલાક નમૂના ગ્રંથના પરિશિષ્ટમાં પ્રાપ્ત થાય છે. સિરોહી કલમે તૈયાર થયેલા ચિત્રો કરતાં જયપુર મોગલ શૈલીના ચિત્ર વધુ ઉચ્ચ કોટિના હોવાથી ગ્રંથના કથાપ્રસંગો સાથે એને પ્રકાશિત કર્યા છે.
314* જૈન રાસ વિમર્શ