________________
આવીને સ્થિર થયા. માતાનું નામ રૂપાંદે હતું. દાદા તેમ જ પિતા જૈનધર્મ પ્રત્યે રુચિ ધરાવનાર સમકિત વ્રતધારી શ્રાવક હતા. તેમનું કુટુંબ સુસંસ્કારી અને ધાર્મિક ભાવનાવાળું હોવાથી કવિને ધર્મના સંસ્કારો ગળથૂથીમાં જ પ્રાપ્ત થયા હતા. સાથેસાથે ઉત્તમોત્તમ જગદ્ગુરુના શિષ્ય પરિવારનું સાંનિધ્ધ પ્રાપ્ત થયું કે જે તેમના ધાર્મિક સંસ્કારોના સિંચનમાં વિશેષ મહત્ત્વનું રહ્યું હતું. રોજિંદા જીવનમાં પણ તેમણે ધાર્મિક ક્રિયાઓને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું કે જેની ઝલક શ્રાદ્ધવિધિ રાસમાં દેખાય છે. અર્થાત્ તેઓ જેવું જીવન જીવતા. હતા એવું જ શબ્દમાં કંડરાઈ ગયું છે.
સાધુ-સંતોના સમાગમથી તેમ જ સત્સંગથી તેઓ શાસ્ત્રના જાણકાર થયા હતા. વળી સરસ્વતી દેવીની કૃપા મેળવી કવિ બન્યા હતા. તેમની ગુરુભક્તિ. સરસ્વતીભક્તિ અને માતૃભૂમિભક્તિ પણ અજોડ હતી. કવિએ હીરવિજ્યસૂરિના પટ્ટધર વિજયસેનસૂરિ, વિજયતિલકસૂરિ તેમ જ વિજયાનંદ સૂરીશ્વરને ધર્મગુરુ તરીકે સ્વીકારી તેમની નિશ્રામાં સાહિત્યનું સર્જન પ્રાય ખંભાતમાં કર્યું છે. તેમની કૃતિઓમાં ભાવપક્ષ અને કલાપક્ષ બન્નેનો સુંદર સુમેળ જોવા મળે છે કે જે તેમની કવિપ્રતિભાને ઉજાગર કરે છે. તેઓ લખવા પાછળનો ઉદ્દેશ્ય બતાવતાં કહે છે કે “પર ઉપકાર નિજ સુખની કામ, કીયો રાસ પંડિત સીર નામ” અર્થાત્ પોતાની કૃતિઓ સ્વ-પર ઉપકાર અને સામાન્ય માનવી સમજી શકે તે માટે રચી છે.
વર્તમાનમાં પણ કવિ ઋષભદાસકૃત રાસ સ્તવન સ્તુતિ સમજાય વગેરે રચનાઓ ઘણી સારી પ્રસિદ્ધ પામી છે. એમનો ભરતેશ્વરનો રાસ જેનમુનિઓ વ્યાખ્યાનમાં વાંચે છે. એમના મુદ્રિત સ્તવનો, સ્તુતિઓ ભવ્યઆત્માઓ દેરાસરમાં બોલે છે. સંસારના ખોટા સગપણ' વિશેની સઝાયનું ટેપરેકોર્ડિંગ પણ થયું છે. આ લોકપ્રિયતા જ એમની મહત્તા સૂચવે છે. તેમના અસ્તિત્વની ઝાંખી કરાવતું તેમનું ગૃહદેરાસર આજે પણ ખંભાતમાં પાર્શ્વનાથ શંખેશ્વર જિનાલયમાં મૌજૂદ છે. શ્રાદ્ધવિધિ રાસઃ
કવિ ઋષભદાસે શ્રાદ્ધવિધિ રાસની રચના સ. ૧૬૮૨ મહાસુદપાંચમ ગુરુવાર ખંભાતમાં કરી છે. આ રાસ અપ્રકાશિત છે. તપાગચ્છના બાવનમા પટ્ટધર પૂજ્ય આચાર્યદેવ શ્રીરત્ન-શેખરસૂરિજી એ રચેલ “શ્રાદ્ધવિધિ
438 * જૈન રાસ વિમર્શ