________________
ત્રીજા દ્વારમાં પાણિગ્રહણ એટલે વિવાહ સંબંધી માહિતીનું નિરૂપણ થયું છે. ગોત્ર, કુળ, સારો આચાર, શીલ, રૂપ, વય, વિદ્યા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરેથી પોતાની બરોબરીના હોય તેમની સાથે જ વિવાહ કરવા, સાથેસાથે વરકન્યાના ગુણદોષનું સુંદર વિવેચન કર્યું છે. વિવાહના આઠ ભેદ દર્શાવી તેમાં પ્રથમ ચાર ભેદના પ્રકારના વિવાહધર્મને અનુસરતા તેમ જ બાકીના ચાર પ્રકારના વિવાહધર્મને અનુસરતા નથી તે બતાવ્યું છે. સાથે સાથે સ્ત્રીનું રક્ષણ કરવું, યોગ્ય સન્માન આપવું વગેરેનું આલેખન કર્યું છે.
ચોથા દ્વારમાં મિત્રો કેવા હોવા જોઈએ તેનું વિવરણ થયું છે. મિત્ર સગા ભાઈ જેવો ગણવો. તેનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણું, ધૈર્ય, ગંભીરતા, ચાતુર્ય, સારી બુદ્ધિ આદિ ગુણ અવશ્ય હોવા જોઈએ. પરંતુ અવસરે કામ ન આવે તેવો મિત્ર ન કરવો જોઈએ:
ક્રોધી, લોભી, દુર્બલ કન, અરથિન આવઈ જેહનું અને પુરિષ સાથિ મૈત્રી કસી, લંપટથી રહઈ પાછો ખસી ઉત્તમ, વિશ્વાસુ જનને મિત્ર બનાવવો એવી શીખ આપી છે.
પાંચમા દ્વારમાં જિનમંદિરમાં કરાવવા વિષે માહિતી આપી છે. ભરત ચક્રવર્તીની જેમ ઊંચા તોરણ શિખર, મંડપ, વગેરેથી શોભતા રત્નમય, સોનામય, રૂપામય વગેરે મોટો જિનપ્રાસાદ કરાવવો. તેટલી શક્તિ ન હોય તો ઘાસની ઝૂંપડી પણ ન્યાયથી કમાયેલા ધન વડે વિધિપૂર્વક બંધાવવી. જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાના કામો પણ કરવા કે જેનાથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. કવિએ સમ્મતિ રાજાનું અહીં દષ્ટાંત આપ્યું છે. જેમણે નેવ્યાસી હજાર મંદિરોના જીર્ણોદ્ધાર તેમ જ છત્રીશ હજાર નવાં જિનમંદિર બંધાવ્યાં હતાં. તેમ જ કુમારપાળરાજા, અંબામંત્રી વગેરેના દૃષ્ટાંતો આપ્યાં છે.
છટા દ્વારમાં જિનબિંબ પ્રતિમા કેવી હોય તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. યથાશક્તિ પ્રમાણે શ્રાવકે જઘન્ય અંગૂઠા પ્રમાણ અને ઉત્કૃષ્ઠ પાંચસો ધનુષ પ્રમાણ જિનપ્રતિમા કરાવવી તેના ફળસ્વરૂપે મનુષ્યલોકમાં તથા દેવલોકમાં પરમ સુખ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભલક્ષણ વાળી પ્રતિમાનું પૂજન કરવું. જિનબિંબ અને જિનમંદિર વગેરે કરાવવાથી તેનું પુણ્ય અસંખ્યાત કાળ સુધી ભોગવાય છે.
સાતમા દ્વારમાં પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠાનું વર્ણન કર્યું છે.
452 * જેન રાસ વિમર્શ