________________
શુકનશાસ્ત્ર ચોપાઈના ગામ બહાર શુકનમાં પંડિત જયવિજયે સર્વ પ્રથમ અષ્ટાદશ દિશાઓ, શાંત અને દીપ્ત એવા બે પ્રકારના પ્રશ્ન, દિશાકાળ-સ્વર-ચેષ્ટા-ગતિ-સ્થાનક-ભાવ-શાંતદિપ્ત કાર્યનો વિચાર કર્યો છે. અઢાર દિશાઓમાં પૂર્વ, લઘુમૂલ, અગ્નિકોહા, તોરણિયો ચિતાર, દક્ષિણ=નિવાસ, લંબક, વમવાસ, નૈઋત્ય-પ્રમાણ, પંચરાધિ, પશ્ચિમ, પંચરાતિ, વાયવ્ય ખૂણો = ખરક, પંચારક-રિતડિ, ઉત્તર ધ્રુવ, ભરિહડિ, ઈશાન, માહરુ=અઘોર, અધોદિશા અને ઊર્ધ્વદિશાનો સમાવેશ થાય છે. દિશાના અયનો, ઋતુઓ, દિવસનો પ્રાતઃકાળથી નિશિથ પર્વતના ખંડ, પ્રપ્રભાવ, રાશિ-નક્ષત્ર, ગ્રામભૂગોળ - એમ વિવિધ તત્ત્વોનો વિનિયોગ કરી સંભવતી વિવિધ પરિસ્થિતિઓ અને પ્રસંગોનું પરીક્ષણ, સમીક્ષણ અને અર્થઘટનમાંથી નીપજેલા શુભાશુભ શુકનનું કથન કર્યું છે.
- પંડિત જયવિજયે દિશાના શાંત અને દીપ્ત એવા બે પ્રકાર દર્શાવ્યા છે. એ પૈકી ભસ્મ, દગ્ધ, જ્વલિત, અલિંગીતા અને ધૂમિતા એ પાંચ દીપ્ત દિશા છે તો શેષ દિશા શાંત દિશા ગણાય છે. દીપ્ત દિશાઓમાં અગ્નિ, ઈશાન, ઉત્તર, પૂર્વ, તોરણીયો અને ભરિહડિનો સમાવેશ થાય છે. જ્યારે સૂર્યનું ઉત્તરાયન થાય છે ત્યારે ઈશાન કોણ જ્વલિત થાય અને દક્ષિણાયન થાય ત્યારે અગ્નિકોણ જ્વલિત થાય છે. પંડિત જયવિજયે
જ્યોતિષશાસ્ત્રાનુસાર અષ્ટ ગ્રહોનો સ્વભાવ અને પ્રભાવ વર્ણવ્યો છે. એ માટે એમણે વિવિધ જાતિ-જ્ઞાતિ સાથેનું સાદગ્ય જોડી વિશદતા પ્રકટ થઈ છે. રવિ કલંબી (કુટુંબી), સોમ રઈત્ર, મંગળ રાજકુળ, બુધ વણિક, ગુરુ બ્રાહ્મણ, અને શુક્ર મુસલમાન સદેશ છે. એ જ રીતે પનોતી બેસે તે વ્યક્તિને પહેલે પાયે માન મળે, બીજે પાયે માન બેવડું થાય, ત્રીજે પાયે રડવા વારો આવે, ચોથે નિષ્ફળતા મળે. ગામ બહારના શુકનો એક કોશની સીમા સુધી પ્રભાવક બની શકે છે. શુકનને અવગણી જે પથિક દીપ્ત દિશામાં જાય તેવા પથિકને એવું કહેવું નહીં કે – “તને કશું જ નહીં થાય.”
પંડિત જયવિજયે દુર્ગાશુકન જોવાની વિધિ દર્શાવી છે. તેમણે દુર્ગાશુકનના દર્શન, ચેષ્ટા, સ્વર, ગતિ અને મુખમાં રહેલું ભક્ષ્ય – એમ
શકુનશાસ્ત્રચોપાઈઃ ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું સભાત્ર શાસ્ત્ર * 505