________________
પાંચ પ્રકાર માન્યો છે. એ પાંચ પ્રભેદમાં પણ ફળસંદર્ભે ઉત્તરોત્તર ચડિયાતો પ્રભાવ વર્ણવાયો છે. જેમ કે – દુર્ગાના દર્શન કરતાં ચેષ્ટા, ચેષ્ટને મુકાબલે સ્વર, સ્વર કરતાં ગતિ અને ગતિને મુકાબલે ભક્ષણ ઉત્તરોત્તર વિશેષ પ્રભાવક હોય છે. પંડિત જયવિજયે દુર્ગાશકુનોની વિસ્તૃત યાદી તથા તેનાં ફળ વિસ્તૃત રૂપે વર્ણવે છે. એ જ રીતે તીતરશુકન, ઘુઅડશુકન, શિવાશુકન, હરિણશુકન, નાહારશુકન, લાટશુકન, જંબૂકશુકન, છીંકશુકન, પલ્લીગૃહગોધાશકુન, શ્વાનશકુન પણ વિસ્તૃત રીતે નિરૂપાયાં છે. શુકનશાસ્ત્રચોપાઈના અંતે પ્રશસ્તિમાં રચનાસમય, રચનાસ્થળ, આશ્રયદાતા, ગ્રંથરચના પાછળનો ઉદ્દેશ, શકુન શાસ્ત્રની પરંપરા અને ગુરુવંદના થઈ છે. જયવિજયે પરિશિષ્ટરૂપે નક્ષત્ર સ્વાધ્યાય જોડ્યો છે.
આમ પંડિત જયવિજયરચિત શુકનશાસ્ત્ર ચોપાઈ આપણા માટે અજ્ઞાત એવા શુકનશાસ્ત્રની મધ્યકાળમાં દઢ થયેલી પરંપરાનું પરિપક્વ ફળ સમી
સંદર્ભગ્રંથ:
૧. શ્રી આનંદ કાવ્યમહોદધિ ભા-૭.
506 જૈન રાસ વિમર્શ