________________
અશુભ શુકન થાય, પાડી સહિત ભેંસ ઘરમાં પ્રવેશે તો રિદ્ધિ (ધનસંપત્તિ) મળે, રતિકાળમાં/રજસ્વલા ભેંશ ઉફાંગે ચડીને ધસી આવે તો પથિકે પ્રયાણ ન કરવું, પાણી ભરેલો પખાલ ભરેલો) પાડો વિજયનું શુકન કરે પણ બીજા પાડા શુભશુકન હરી લે છે. ૩૦. વૃષભ પર આરૂઢ થયેલી નારી સામે આવતી દેખાય તો પથિકને ઘણો લાભ થાય છે. ૩૧. વેચવા કે કરિયાણું ખરીદવા જતા હોય ત્યારે વીંછી સામે આવે તો કરીયાણું ખરીદવામાં-વેચવામાં ઘણો લાભ થાય પરંતુ સાથે જ રાજા તરફથી અને વેરી તરફથી ભય પણ રહે છે. તેથી વીંછી પ્રવેશે તો જવાનું ટાળવું હિતાવહ છે. ૩૨. રુદન ન થતું હોય એવી શબયાત્રા સામી મળે તો મનના મનોરથ ફળે છે. પરંતુ મજાકમશ્કરી થતી હોય એવી શબયાત્રા સામી મળે તો રોગ અને મરણનો ભય રહે છે. (૩૩) પુત્રપ્રાપ્તિની ઇચ્છાવાળાને સામો દીવો મળે તો પુત્રની અને દીવી મળે તો પુત્રની પ્રાપ્તિ સંભવે છે. એ દીવા-દીવીની દીવેટ નાની (વૃત્તિ થોડી) હોય તો રોગ થવા સંભવ છે. જો દીવા-દીવીમાં થોડુંક જ તેલ હોય તો પુત્ર-પુત્રી અલ્પાયુ થાય. ૩૪. પ્રયાણ માટે જો દીપક પ્રત્યક્ષ થાય અને બીજા શુકન ન થાય તો યાત્રા છોડી ઘરે પાછા આવી જવું. ૩પ. પૂર્વ ઋષિઓના મતે રોગીને જો સામે અગ્નિ મળે તો અશુભ શુકન થાય અને વિદ્યાર્થીને જો સામે અગ્નિ મળે તો શુભ શુકન થાય છે. ૩૬. કરસણી ખેડૂત) તપોધન-નપુંસક કે બાળક હાથમાં અગ્નિ સાથે સામો મળે તો મૃત્યુ (રોગીને) મળે. ૩૭. ધુમાડાવાળા અગ્નિ સાથે ઉપરોક્ત લોકો પ્રવેશે, મળે તો તત્પણ ઉત્તમ (સુહગુ) ધાન હરી લે છે. ૩૮. કોઈ પુરુષ આંધળાને તાણી જતો સામે મળે તો બધા જ (સહી) સુખ હરી લે છે. નારી સહિત અંધ સામે મળે તો હાનિ કરે પણ અંધપુરુષ આપબલે જ ચાલતો સામે મળે તો તે પથિક સામે પ્રશસ્ય ગણાય છે.
“ગ્રામ માંહીલા શુકન ખંડમાં વર્જ્ય વસ્તુ, અપશુકન-નિવારણના ઉપાય, શુભાશુભ શુકન – એમ સર્વ અંગોનું ક્રમિક નિરૂપણ થયું છે. એમાં શરીર, મન, હૃદય, ગૃહજીવનને ઉગ કરતા આહાર-વિહાર અને આચાર-વિચારને કેન્દ્રમાં રખાયા છે. આ ખંડમાં આયુર્વેદ, ધર્મશાસ્ત્ર, કામશાસ્ત્ર અને લૌકિક જીવનમાં બનતા વિવિધ પ્રસંગો-પરિસ્થિતિનો વ્યક્તિ પર પડતા પ્રભાવનું નિરીક્ષણ, પરીક્ષણ ને આકલન કરતી લોકવિદ્યાનો વિનિયોગ કર્યો છે. એટલું જ નહીં અપશુકન-નિવારણના ઉપાયોમાં યોગશાસ્ત્ર પણ પ્રયોજાયું છે.
504 * જૈન રાસ વિમર્શ