________________
ઢળી પડી જાય ત્યારે ૧૩. પાલવ-વસ્ત્રનો છેડો કાંટામાં ભરાઈ જાય – આવા અપશુકન થતા સુગુણી માણસ પ્રયાણ કરવાનું માંડી વાળે છે. શુકનિયાળ – અપશુકનિયાળ વસ્તુ, ઘટના કે પરિસ્થિતિઃ
પ્રમાણમાં કઈ કઈ વસ્તુ કેવું ને કેટલું પળ કે દુષ્ટફળ આપે છે તેનું નિરૂપણ ૧૬થી ૪૭ ગાથામાં લખ્યું છે : ૧. નવું સિંહાસન સર્વ પ્રકારની સિદ્ધિ આપે છે તો જૂનું સિંહાસન અડધું ફળ આપે છે. ૨. ત્રણ પાયાવાળો, માંચી અને ખાટલો જો સાદડીથી (તડસાડથી-ખજૂરીના પાનથી) ભરેલો હોય તો એ યોગ્ય નથી, સુખદાયક નથી. પથિક જ્યારે માર્ગે ચાલવા માંડે દુઃખદાયક બને છે, પેટ-પગની પિંડી અને પગમાં પીડા જન્માવે છે. ૩. પથિકે બધાં હથિયારોને બરાબર સજાવવાં (ધાર કાઢવા) જોઈએ પરંતુ વાળંદના હજામતનાં હથિયારો હંમેશાં તજી દેવાં. ૪. બધા જ પ્રકારનું લીલોતરી શાકભાજી (નીલો સાક) સારું હોય છે પરંતુ કાલિંગ (તડબૂચ) ન લઈ જવું. ૫. માછલીનું જોડું પૂરું ફળ આપે છે પરંતુ સુકાઈ ગયેલું માછલું ક્યાં તો નિષ્ફળ કરે અથવા સંભવિત ફળ હરી લે છે. ૬. સૂર્યકિરણોથી ખીલતા કમળ. રાત્રે ખીલેલા નજરે ચડે અને ચંદ્રથી ખીલતા કુમુદ (પોયણાં) દિવસે ખીલેલા નજરે ચડે તો પથિકના મનોરથ નિષ્ફળ જાય છે. ૭. વ્યક્તિની ગોરી પાની અને કાળી પાની નજરે ચડે તો તુચ્છ ફળ આપે છે. ૮. રજ (ધુળાળો) અને કાકર (કાંકરા) પ્રયોજનને નિષ્ફળ કરે છે. એ જ રીતે રાતાં ફૂલ સન્મુખ ન થાય એની કાળજી રાખવી. ૯. અરીસો હામો મળે અને તેમાં જો પથિક પોતાનું મોટું જુએ તો બધાં જ દુઃખ (આરતી-અતિશય પીડા) ટળે છે પરંતુ જો મુખ ન જુએ તો પથિકને મરણનો ભય દુઃખ પમાડે છે. ૧૦. ધોવા. માટે પલાળેલા વસ્ત્ર સામા મળે તો સુખદાયક, ધોવાઈને પાછા વળતા વસ્ત્ર સામાં મળે તો મનમાં ચિંતા ઉપજાવનાર અને તલાઈ સામે મળે તો બધી જ અસહ્ય પીડા (આરતી) દૂર કરનાર બને છે. ૧૧. ધાતુઓમાં સોનું-ચાંદી ખૂબ લાભપ્રદ બને પણ અન્ય તાંબુ આદિ ધાતુથી અપાર હાનિ થાય છે. ૧૨. ગાયનું છાણ સુખ આપે પણ ભેંસનું છાણ હંમેશાં ચિંતા ઉપજાવે છે. ૧૩. ડાંગર અને ઘઉં છોડા સાથે હોય તે શુભ છે, ઈણધાંને થતા જયજયકાર કરાવનાર થાય છે. ૧૪. તલ હાનિ કરે તો કુકસ (કંસકી) ધાન તુચ્છ ફળ આપનાર બને છે. ૧૫. દળેલું ધાન્ય રતિભાર સુખ ન આપે, શેકેલું ધાન્ય
502 જૈન રાસ વિમર્શ