________________
એવા શબ્દોથી કરાયો છે, જેથી ગ્રંથવિભાજન સુરેખ બન્યું છે. જોકે શ્રી આનંદકાવ્યમહોદધિ-ભા.૭ના સંપાદકશ્રી મુનિશ્રી સંપતવિજયે વાચકોની સગવડ માટે વિષયોપવિષયોને કેન્દ્રમાં રાખી ગાથાનો ક્રમાંક દર્શાવી વિસ્તૃત વિષયાનુક્રમ આપ્યો છે. પંડિત જયવિજયરચિત આ “શુકનશાસ્ત્ર ચોપઈ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડ શ્રેણીના ૬૬મા મહાકાવ્યરૂપે પ્રકાશિત આનંદકાવ્યમહોદધિ ભા.૭” (સં. મુનિશ્રી સંપતવિજય, પ્રકાશક: જીવનચંદ સાકરચંદ ઝવેરી, મુંબઈ ઈ.સ.૧૯૨૬)માં સંગૃહીત થઈ છે.
“શુકનશાસ્ત્રચોપાઈ'નું વિષયનિરૂપણમૂલક ૧૩ ખંડોમાં થયેલું. વિભાજન પણ જોઈએ તેવું સુરેખ અને સ્પષ્ટ નથી. મુખ્ય વિષયના નિરૂપણમાં પ્રવેશી જતો સ્વતંત્ર એવો ગૌણ વિષય મુખ્યવિષયને ક્યારેક બાજુ પર ધકેલી દે છે. પ્રથમ ખંડ ધામ માહિના ગુન’ પછી ‘ગામ બાહિર શુકનનાં નિરૂપણમાં બે પ્રશ્ન, અઢાર દિશાનાં શુકન, શાંત-દીપ્ત કાર્યભેદો અને દુર્ગાશુકનનું સંમિશ્રણ વિષયને દુરુહ બનાવી દે છે. સૌપ્રથમ વિષયવસ્તુનો પરિચય મેળવીશું.
ગામ માહિલા શુકનઃ સબળ સુકનના ઘણા પ્રકારો છે. એમાં ગામમાં અને નગર બહાર પૈકી પ્રથમ ગામ માંહિલા શુકનની વાત કરતા પ્રયાણ કરવાના દિવસે કઈ કઈ વસ્તુ ન કરવી તેનું નિરૂપણ થયું છે :
વર્ય વસ્ત: ૧. ક્ષૌર = મુંડન ન કરવું ૨. વમન = ઊલટીની પ્રક્રિયા ન કરવી. ૩. શરીરે તેલનું મર્દન ન કરવું ૪. મૈથુન = સંભોગ ન કરવો ૫. કલહ = ઝઘડો કંકાસ-કજિયો ન કરવો ૬. રુદન = રડવું કકળવું નહીં. ૭. મદ્યપાન કરવું નહીં ૮. મનને સમજ આપી જુગાર ન રમવું. ૯. કડવાખાટા પદાર્થો તથા દૂધ-ગોળવાળું ભોજન ન કરવું. ૧૦. માંસ, તૈલી વાનગી અને મધ ન ખાવું. ઉપરોક્ત વસ્તુ વર્જવાથી સુખરૂપે પ્રયાણ કરી શકાય છે. અન્યથા જતીવેળા જ શરીર-મન કલુષિત થઈ જતાં પ્રયાણ કષ્ટદાયક બની જાય છે.
અપશુકન નિવારણના ઉપાય: પથિક પ્રયાણ કરવા નીકળ્યો હોય ત્યારે માઠા શુકન થાય તો તેના નિવારણ માટે નીચેના ઉપાયો યોજવા : ૧. પથિકને માઠા શુકન થતાં પથિકે પાછી વળીને પડખું ફેરવી લઈ આઠ વાર
500 * જૈન રાસ વિમર્શ