________________
ભાનચંદ્ર ગણિરચિત સંસ્કૃત ટીકાસહિત વાસંતરાજ શાકુનગ્રંથમાં એક કથા પ્રાપ્ત થાય છે. વિજયરાજના શિવરાજ અને વસંતરાજ – એમ બે પુત્રો હતા. વસંતરાજને મિથિલાના રાજા ચંદ્રદેવે વિનંતી કરી. આથી ભટ્ટ વસંતરાજે માહેશ્વરસાર, સહદેવકૃત શાસ્ત્ર તથા બૃહસ્પતિ – ગર્ગ – શુક્ર – ભુગુ આદિના શાસ્ત્રોમાંથી સારગ્રહણ કરી વસંતરાનશાકુન ગ્રંથની રચના કરી. આ ગ્રંથ તેમણે ૨૦ વર્ગોમાં વિભાજિત કર્યો છે. જયવિજય શકુનશાસ્ત્રચોપાઈમાં પોતે ઉપયોગમાં લીધેલા ગ્રંથોનો નિર્દેશ કરતા કહે છે કે –
શુકનદિપિકા ઉપઈ નામ, શુકનાર્ણવ માંહિ એ ઠામ, અથવા વસંતરાજની સાખ, શુકનોદ્ધાર ભાખીએ ભાખ.
| (શકુનશાસ્ત્રચોપાઈ પદ્ય : ૩૪૦) શુકન સમુદ્ર ન લાભે પાર, ચંચ ભરી કીધો ઉદ્ધાર
(શકુનશાસ્ત્ર ચોપાઈ પદ્ય ૩૪રબ)
પંડિત જયવિજયરચિત શુકનશાસ્ત્રચોપઈ ૩૪૬ ગાથાઓમાં રચાઈ છે. ગ્રંથની સમાપ્તિ કર્યા બાદ પરિશિષ્ટરૂપે નક્ષત્ર સ્વાધ્યાય ગાથા (પંદર ચોપઈ) જોડવામાં આવી છે. શુકનશાસ્ત્ર ચોપાઈનો આરંભ પ્રસ્તુત શુકન શાસ્ત્ર ચોપઈનું અતિઉદાર એવું સ્વરૂપ તથા વાંચકના મનમાં ઊપજતા શુભાશુભ વિચારરૂપ પ્રભાવ - એ બે વાતનું નિબંધન કરતા દુહાથી થાય છે :
શુકનશાસ્ત્રની ચોપાઈ, લિપસ્ય અતિઉદાર; જે ભણતા મન ઉપજે, શુભ વલી અશુભ વિચાર. (શો.શા.ચો.૧)
ત્યાર બાદ પ્રથમ બે ચોપાઈમાં સરસ્વતી અને સદ્ગરની પ્રાર્થનાવંદના કરી લોકોમાં શુકન વિશે ફેલાયેલી ઉપરછલ્લી જાણકારી, શુકનના મર્મજ્ઞ વિદ્વાનોની અછત તથા પોતે જાત અનુભવથી ને શાસ્ત્રાભ્યાસથી શુકનનો જે મર્મ અને ભેદો જાણ્યા છે તેનું વર્ણન કરવાનો ઉપક્રમ આરંભે છે :
સાકલ બુદ્ધિ આપે સરસતી, અમીય સમ વાણી વરસતી; અજ્ઞાન તિમિર આરતિ વારતિ, નમો નમો ભગવતી ભારતી.
498 * જૈન રાસ વિમર્શ