________________
દિશામાં શ્વેત વસ્ત્ર ધારણ કરવા અને પૂજા પૂર્વ કે ઉત્તર અભિમુખ રહી કરવી. ઘરમાં પ્રવેશતાં ડાબી બાજુએ શલ્યરહિતના સ્થાને દોઢ હાથ ઊંચી ભૂમિ પર ઘરદેરાસર કરાવવું, પ્રતિમા પશ્ચિમ સન્મુખ રહી પૂજા કરવાથી ચોથી પેઢીથી સંતાન છેદ થાય. દક્ષિણ સન્મુખ રહી પૂજા કરવાથી સંતાન થાય જ નહિ, અગ્નિખૂણામાં મોં રાખીને પૂજા કરે ધનહાનિ થાય. વાયવ્યમાં મોં રાખી પૂજા કરવાથી કુલનો ક્ષય થાય. ઈશાન ખૂણામાં મોં રાખીને પૂજા કિરવાથી સંતાન ન થાય. આમ ધ્યાન રાખીને પૂજા કરવી પછી નવ અંગની પૂજા, કયારે કઈ પૂજા, ક્યારે કરવી એનું વિવેચન છે.
ત્રણ અવસ્થા (૧) છદ્મસ્થ જન્મ-રાજયન્દીક્ષા) (૨) કેવળી અને (૩) સિદ્ધ એ ત્રણ અવસ્થાનું ચિંતન કરવું. કેવલી અવસ્થામાં પ્રતિહાર્યોનું ચિંતન કરવું. કાર્યોત્સર્ગથી સિદ્ધઅવસ્થાનું ચિંતન કરવું, ત્યાર બાદ કેવા ફૂલ ચડાવવા કેવા ન ચણાવવા તેનું વર્ણન છે. શાંતિ માટે સફેદ, સૌભાગ્ય માટે પીળું, વિજય માટે શ્યામ, મંગલ માટે લાલ અને સિદ્ધિ માટે પાંચેય વર્ણના ફૂલ ચડાવવા કેવી પ્રતિમાની પૂજા કરવી જોઈએ કોના હાથે પ્રતિષ્ઠા થઈ હોવી જોઈએ વગેરે વર્ણન છે પ્રતિમાના આકારથી પણ કોઈ કોઈ બોધ પામી જાય છે માટે આકારનું મહત્ત્વ બતાવ્યું છે. પૂજા ન કરી શકનાર, ગરીબ શ્રાવકની વિધિ પણ બતાવી છે એણે ઘરે અને ત્યાં જો ફૂલ આદિ ગૂંથવાનું કાર્ય હોય તો સામાયિક પાળીને એ કાર્ય કરે ત્યાર બાદ ઉપસંહાર રૂપે ત્રણ નિસિહિ, ત્રણ પ્રદક્ષિણ, ત્રણ પ્રણામ, ત્રણ પ્રકારની પૂજા, ત્રણ અવસ્થાઓનું ભાવન, ત્રણ દિશા નિરીક્ષણ ત્યાગ, ભૂમિનું પ્રમાર્જન વર્ષાદિ ત્રિક, મુદ્રાત્રિક, ત્રણ પ્રણિધાન એ દશત્રિકના વિવિધ ભેદો સમજીને એ પ્રમાણે પૂજા કરવી. દ્રવ્યપૂજા, દેરાસર, ભાવપૂજા આદિનું મહત્ત્વ બતાવ્યું છે. પછી કોણે ક્યાં કેવાં દેરાસર બંધાવ્યાં તેનું વર્ણન છે. દેરાસર પણ કેવા હોય અને એમાં પ્રતિમાઓ હોય તેનું વર્ણન છે. તીર્થોનું વાહન છે.
છરીનું વાહન (૧) સચિત પરિહારી-એમાં સમેત વસ્તુઓ કઈ કેટલા કાળે અચિત થાય એનું વર્ણન ૪૫૪ થી ૪૭૯ સુધી છે. પછી તપનું વર્ણન (૨) એકલ ઠાણકારી કયા તપથી કેટલો લાભ થાય તે બતાવ્યું છે જેમ કે . નોકારશીથી સોવરસનના નારકના કર્મ નાશ પામે એમ કમશઃ પોરશી, દોઢ પોરસી, બે પોરસી, એકાસણું નીવી ક્રોડ વર્ષ દશહજારવર્ષ, લાખવર્ષ, નવીકોડવર્ષ, દશકોડવર્ષ હજારકોડ વર્ષ દશક્રોડહજારવર્ષ, ક્રોડ લાખ, દશક્રાડલાખ
472 * જૈન રાસ વિમર્શ